Western Times News

Gujarati News

ભારે વરસાદના પગલે ગુજરાતના આ ત્રણ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે પોરબંદરમાં ૩ દિવસમાં ૨૫ ઈંચ વરસાદ પડ્યો છે.

ઘેડ પંથકમાં ઓઝત અને ભાદર નદીનાં પાણી ફરી વળ્યાં છે. બીજી બાજુ ભારે વરસાદના કારણે ચોમાસું સિઝન પર પાણી ફરી વળ્યું છે. નીચાણ વાળા વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તંત્ર એકશનમાં આવી જઈને ભારે આગાહીવાળા સ્થળોએ SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

મેધરાજાએ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઉભી કરી નાંખી છે. જેના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂરના ભય વચ્ચે બચાવ- રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં દ્ગડ્ઢઇહ્લની ટીમો તૈનાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે શનિવારે સાંજે ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ૧૬૩ મીમી વરસાદ નોંધાયો હતો. આ પછી જૂનાગઢ શહેર અને તાલુકામાં ૧૩૩ મીમી અને ગીર સોમનાથ જીલ્લાના પાટણ-વેરાવળમાં ૧૧૭ મીમી વરસાદ નોંધાયો હતો.

અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૦ ટીમો તૈનાત કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે ૧૬ જળાશયો ભરાયા છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છ, મોરબી,જામનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

નોંધનીય છે કે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ૩૭.૪૨ ટકા વરસાદ વરસી વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનનો ૫૪.૫૮ ટકા, તો કચ્છમાં સિઝનનો વરસી ચૂક્યો છે ૫૦.૯૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ૩૯.૯૫ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં ૨૩.૮૬ અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં માત્ર ૨૩.૦૩ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.