બાંગ્લાદેશ:સુપ્રીમ કોર્ટનો સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમને લઈને મોટો નિર્ણય
બાંગ્લાદેશમાં ૯૩% નોકરીઓ આરક્ષણ મુક્ત બની
બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે ત્યાંની સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે
શું સુપ્રીમ કોર્ટની નવી અનામત ફોર્મ્યુલા બદલાશે?
ઢાંકા,ઘણા દિવસોના હિંસક વિરોધ બાદ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ પાછી ખેંચી લીધી છે. કોર્ટે નીચલી કોર્ટના આદેશને ફગાવી દીધો હતો, જેમાં અનામત પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. નોકરીઓમાં ઘટાડો અને ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગણી સાથે દેશના મોટા ભાગના મોટા શહેરોમાં વિદ્યાર્થીઓ અને પોલીસ અને અર્ધલશ્કરી દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ૧૩૦ થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે હજારો ઘાયલ થયા હતા.
હકીકતમાં, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ ૧૪ જુલાઈએ કહ્યું હતું કે જો સ્વતંત્રતા સેનાનીઓના પૌત્ર-પૌત્રોને ક્વોટાનો લાભ મળતો નથી, તો શું ‘રઝાકારો’ના પૌત્રોને મળવો જોઈએ? આ નિવેદન બાદ યુવાનોમાં રોષ ફેલાયો હતો. ક્વોટા સિસ્ટમ દૂર કરવાની યુવાનોની માંગને વધુ વેગ મળ્યો.વાસ્તવમાં, વિરોધીઓ ક્વોટા પ્રણાલીને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા હતા, જે હેઠળ બાંગ્લાદેશના ૧૯૭૧ના સ્વતંત્રતા યુદ્ધમાં લડેલા નિવૃત્ત સૈનિકોના સંબંધીઓ માટે ૩૦% સરકારી નોકરીઓ આરક્ષિત હતી.
તેમાંથી ૩૦ ટકા ૧૯૭૧ના મુક્તિ યુદ્ધના સ્વાતંર્ત્ય સેનાનીઓના વંશજો માટે, ૧૦ ટકા પછાત વહીવટી જિલ્લાઓ માટે, ૧૦ ટકા મહિલાઓ માટે, પાંચ ટકા વંશીય લઘુમતી જૂથો માટે અને એક ટકા અપંગ લોકો માટે અનામત છે. સ્વતંત્રતા સેનાનીઓના વંશજોને આપવામાં આવેલી ૩૦ ટકા અનામત વિરુદ્ધ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ નીતિ ભેદભાવપૂર્ણ હોવાનો દાવો કર્યાે હતો અને દલીલ કરી હતી કે સિસ્ટમ દેશના શાસક પક્ષના સાથીઓની તરફેણ કરે છે
જેમણે સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કર્યું હતું, જોકે સરકારે આ આરોપને નકારી કાઢ્યો હતો. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં દર વર્ષે લગભગ ૩ હજાર સરકારી નોકરીઓનું સર્જન થાય છે, જેના માટે લગભગ ૪ લાખ ઉમેદવારો અરજી કરે છે.આ ૮૦ ટકામાંથી સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારાઓના બાળકોને ૩૦ ટકા અને યુદ્ધથી અસરગ્રસ્ત મહિલાઓને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી અલગ-અલગ વર્ષાેમાં રિઝર્વેશન સિસ્ટમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા. જો કે, ૩૦ ટકા અનામતની આ વ્યવસ્થા હંમેશા ચાલુ રહી. આ પછી વર્ષ ૨૦૧૮ આવ્યું. ત્યારબાદ સરકારે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરી હતી.
પરંતુ ૫ જૂન, ૨૦૨૪ ના રોજ, હાઇકોર્ટે સરકારના નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યાે અને કુલ ક્વોટા ૫૬% નક્કી કર્યાે. ત્યારથી પ્રદર્શન ચાલુ હતું.રવિવારે એક અપીલ પર તેનો ચુકાદો આપતા, સુપ્રીમ કોર્ટે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભાગ લેનારાઓના પરિવારના સભ્યો માટે ૫ ટકા અનામતનો આદેશ આપ્યો હતો, બાકીના ૨% ક્વોટા વંશીય લઘુમતીઓ અને ટ્રાન્સજેન્ડર અને અપંગ લોકો માટે અલગ રાખવામાં આવ્યા હતા. એટલે કે હવે ૯૩% સરકારી નોકરીઓ મેરિટના આધારે ફાળવવામાં આવશે.આશા છે કે અનામત નીતિમાં ઘટાડા બાદ હિંસક દેખાવો અટકશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે. વિરોધને રોકવાના પ્રયાસમાં સરકારને સેના બોલાવવાની ફરજ પડી હતી. સૈનિકો અને સશસ્ત્ર વાહનો શેરીઓમાં પેટ્રોલિંગ કરતા હતા, જ્યારે હેલિકોપ્ટર આકાશમાંથી નજર રાખતા હતા.SS1