Western Times News

Gujarati News

લેન્સ પહેરવાના કારણે જાસ્મિન ભસીનની આંખના પડદાને નુકસાન

દેખાતું સાવ બંધ થયું

દિલ્હીની એક ઈવેન્ટ માટે લેન્સ પહેર્યા પછી જાસ્મિનને આંખમાં દુઃખાવો શરૂ થયો હતો

મુંબઈ,આંખને વધારે આકર્ષક બનાવવા માટે અથવા તો ચશ્માની જગ્યાએ અનેક લોકો કોન્ટેક્ટ લેન્સ પસંદ કરતા હોય છે. કોન્ટેક્ટ લેન્સ પહેર્યાં પછી આંખને પડી રહેલી તકલીફો અંગે ટેલિવિઝન એક્ટ્રેસ જાસ્મિન ભસીને વાત કરી છે. જાસ્મિનને કોન્ટેક્ટ લેન્સ પહેર્યાં પછી આંખમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને ધીમે-ધીમે દેખાતું બંધ થયુ હતું.

જાસ્મિને જણાવ્યું હતું કે, ૧૭ જુલાઈએ એક ઈવેન્ટ માટે તે દિલ્હી ગઈ હતી. તૈયાર થતી વખતે તેણે આંખમાં કોન્ટેક્ટ લેન્સ પહેર્યાં હતાં. ક્યાં ચૂક રહી તેની ખબર નથી, પરંતુ લેન્સ પહેર્યા પછી આંખમાં દુઃખાવો શરૂ થયો. ધીમે-ધીમે પીડા વધવા માંડી અને માંડ-માંડ ઈવેન્ટ પૂરી કરી. એક તબક્કે ઈવેન્ટ દરમિયાન જ દેખાતું બંધ થઈ ગયું હતું, પરંતુ ટીમે મદદ કરી અને બાદમાં ડોક્ટર પાસે ગઈ. આઈ સ્પેશિયાલિસ્ટ સાથે મુલાકાત બાદ જસ્મિને જણાવ્યું હતું કે, આંખના પડદાને નુકસાન થયું છે.

ડોક્ટરે આંખ પર પટ્ટીઓ મારી હતી. મુંબઈ પરત આવીને પણ જાસ્મિને સારવાર ચાલુ રાખી છે. પાંચેક દિવસમાં સાજા થઈ જવાશે તેવું ડોક્ટર માને છે. હાલ તો જાસ્મિન આંખોની કાળજી રાખે છે. પટ્ટીઓ દૂર થયા પછી આંખને કેટલું નુકસાન થયું તેની ખબર પડશે. ત્યાં સુધી જાસ્મિન કોઈ કામ કરી શકે નથી. જાસ્મિને હાલ કામમાં બ્રેક લીધો છે અને આંખો સાજી થવાની રાહ જોઈ રહી છે.

જાસ્મિન ભસીને ટીવી સિરિયલો ઉપરાંત ખતરોં કે ખિલાડી, બિગ બોસ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધેલો છે. તેને ૨૦૧૬માં આવેલી સિરિયલ ટશન-એ-ઈશ્કમાં ટિ્‌વન્કલના કેરેક્ટરથી આગવી ઓળખ મળી હતી. ત્યાર બાદ દિલ સે દિલ તકમાં ટેની ભાનુશાળી તરીકે જોવા મળી હતી.
SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.