Western Times News

Gujarati News

‘વેદા’માં શર્વરીને ફાઈટર બનાવનારા કોચનો રોલ જ્હોન અબ્રાહમે કર્યાે છે

અનન્યાએ પહેરેલા બ્રેસલેટમાં ચારે તરફ તેના ગુરુજીના ફોટોગ્રાફ્સ, હેમા માલિની, અને જેકલીન પણ તેમને માને છે

ગુરુ પૂર્ણિમાઃ ગુરુને શર્વરીનું વચન, અનન્યાએ કહ્યું-ઓમ નમઃ શિવાય

મુંબઈ,ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઠેર-ઠેર પૂજન, સત્સંગ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. ગુરુજીને પ્રણામ કરતાં ફોટોગ્રાફ્સ અનેક લોકોએ શેર કર્યા હતા. આ વિશેષ દિવસે શર્વરી વાઘે રીલ લાઈફના ગુરુ જ્હોન અબ્રાહમને એક વચન આપ્યું હતું. શર્વરીએ આગામી ફિલ્મ વેદાનો ફોટોગ્રાફ શેર કર્યાે હતો અને અભિમન્ય સર (જ્હોન)એ ફાઈટર બનાવી હોવાનું જણાવ્યું હતું. અનન્યા પાંડેએ બ્રેસલેટ પહેરેલી પોસ્ટ શેર કરી ઓમ નમઃ શિવાય કહ્યું હતું. આ બ્રેસલેટમાં ચારે તરફ તેના ગુરુજીનો ફોટોગ્રાફ હતો.

શર્વરી વાઘની છેલ્લી બે ફિલ્મ મહારાજા અને મુંજ્યા સફળ રહી છે. શર્વરીની આગામી ફિલ્મ વેદા છે. આ ક્રાઈમ થ્રિલરમાં જ્હોન અબ્રાહમ લીડ રોલમાં છે. સતત ત્રીજી ફિલ્મમાં શર્વરીની એક્ટિંગને જોવા ઓડિયન્સ ઉત્સુક છે ત્યારે તેણે આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. જ્હોન અબ્રાહમ સાથેના એક સીનના આ પોસ્ટરમાં શર્વરીના ઘૂંટણ અને હાથ છોલાયેલા છે તથા જ્હોન તેને પાણી આપી રહ્યો છે. શર્વરીએ પોતાની પોસ્ટમાં અભિમન્યુ સરનો આભાર માન્યો હતો. સાથે કહ્યું હતું ‘મારી દુનિયામાં એક માત્ર તમે જ એવી વ્યક્તિ છો જેણે ક્યારેય ભેદ નથી રાખ્યો. તમે મારા ગુરુ છો, જેમણે સાથ આપ્યો છે. લડતાં શીખવ્યું છે. દુનિયાની નીતિ-રીતિ સામે મને તમે ફાઈટર બનાવી છે.

તમે મારી પ્રેરણા છો અને ગુરુ પૂર્ણિમાના દિવસે વેદાનું આ વચન છે કે, અન્યાય સામે શરૂ થયેલી મારી આ લડત છેક સુધી જારી રહેશે અને હું જીતીશ.’ શર્વરી અને જ્હોનનો આ એક્શન અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ લાઈક થયો હતો. આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની છે. તેની સીધી ટક્કર શ્રદ્ધા કપૂરની હોરર કોમેડી ‘સ્ત્રી ૨’ અને અક્ષય કુમાર-તાપસી પન્નુની ‘ખેલ ખેલ મૈં’ સાથે થવાની છે. અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના હાથનો ક્લોઝ અપ ફોટોગ્રાફ શેર કર્યાે હતો. જેમાં તેણે આછા ભૂરા રંગનું બ્રેસલેટ પહેર્યું છે

અન બ્રેસલેટમાં ચારે તરફ છતરપુર વાલે ગુરુજીના ફોટોગ્રાફ્સ છે. અનન્યાએ બે હાથ જોડી ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુજીનો આભાર માન્યો છે. અનન્યાની સાથે ચંકી પાંડે અને ભાવના પાંડે પણ આ ગુરુજીના અનુયાયી છે. પાછલા મહિને અનન્યાના માતા-પિતાએ પૂજા રાખી હતી અને તેમાં આ ગુરુજીનો મોટો ફોટોગ્રાફ ખુરશી પર મૂક્યો હતો. હેમા માલિની, જેકલીન ફર્નાન્ડિઝ અને ઋષિ કપૂર સહિત અનેક સેલિબ્રિટી તેમને માને છે. પંજાબના ગુંગરી ગામમાં જન્મેલા નિર્મલસિંહ મહારાજને છતરપુરવાલે બાબાજી પણ કહેવામાં આવે છે. તેમનું નિધન ૨૦૦૭માં થયું હતું, પરંતુ તેમના ભક્તો દેશ-વિદેશમાં અનેક સ્થળે ફેલાયેલા છે.
SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.