અમદાવાદમાં રિયુઝ, પ્લાસ્ટિક અને ફાઈબરના બાંકડા મૂકવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધામાં જરૂરીયાતવાળી જગ્યાઓ પર બાકડાઓ મૂકવામાં આવે છે જેનો ખર્ચ કોર્પોરેટર બજેટમાંથી થાય છે. મ્યુનિ. કોર્પોરેશને ગત વર્ષે દરેક કોર્પોરેટરને રૂ. ૩ લાખ સુધીની મર્યાદામાં બાકડા માટે મંજૂરી આપી હતી.
તત્કાલની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા ખાસ વુડનફિનિશ બાકડા પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ આ બાકડાઓ ટકલાદી નીકળતા જ તેની વિજીલન્સ તપાસ કરવામાં આવી છે તેમજ થોડા સમય અગાઉ ચાઈના મોજેક અને સ્ટીલના બાકડા માટે જાહેરાત કરવામાં આવી હતી. હવે તેમાં ફાઈબર અને રિયુઝ પ્લાસ્ટિકના બાકડા મૂકવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ કોર્પોરેટરોને તેમના મત વિસ્તારમાં બાકડા મૂકવા માટે હવે ચાર ઓપ્શન મળી રહેશે. જેમાં ચાઈના મોજેક, સ્ટીલ, ફાઈબર તેમજ રિયુઝ પ્લાસ્ટીકના બાકડાનો સમાવેશ થાય છે. સ્ટીલના બાકડા ધાર્મિક સ્થાનો, લાઈબ્રેરી, જિમનેશિયમ જેવા સ્થળોએ મૂકવામાં આવશે.
ફાઈબર અને રિયુઝ બાકડા વજનમાં હલકા હોવાથી તેને સહેલાઈથી ગમે તે સ્થળે મૂકી શકાશે. આ ઉપરાંત પ્લાસ્ટિક રિયુઝ થવાથી પર્યાવરણને પણ ફાયદો થશે. ફાઈબર અને રીયુઝ પ્લાસ્ટિકના બાકડાની કિંમત રૂ.૬ હજાર આસપાસ રહેશે એમ તેમણે વધુમાં જણાવ્યું છે.
મ્યુનિ. રિકવિએશન કમિટી ચેરમેન જયેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ અગાઉ પણ બગીચા વિભાગ દ્વારા રિયુઝ પ્લાસ્ટિના બાકડા બનાવવામાં આવ્યા હતા. તેના સારા પરિણામ મળ્યા છે. જેના કારણે આ બાકડાઓને કાઉÂન્સલર બજેટમાંથી મૂકવા માટે સ્ટેન્ડીંગ ચેરમેને મંજૂરી આપી છે.