Western Times News

Gujarati News

સુરતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ

(એજન્સી)સુરત, સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરી સ્કૂલમાં રજાની જાહેરાત કરી છે.

સુરતમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે પાણી ભરાયા છે. બીજીતરફ સતત પડી રહેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે સુરતમાં આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી હોવાને કારણે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાં રજાનો પરિપત્ર જાહેર કર્યો છે.

સુરતમાં જળબંબાકારની સ્થિત જોવા મળી રહી છે.સુરતના ભટાર વિસ્તારની રસુલાબાદ સોસાયટી બેટમાં ફેરવાઈ છે.૫૦થી વધુ મકાનમાં રહેતા ૩૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે.કાકરા ખાડીના કારણે આ સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે.પાણી ભરાઈ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે.હજુ ખાડીઓનું જળસ્તર વધવાની શક્યતા છે.હાલ અહીંયા કમરસુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.

સુરતના વેસુમાં લાકડા અને નેટનો શેડ ભારે પવન અને વરસાદના લીધે તૂટી પડ્યો છે.વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસેની આ ઘટના છે કે જ્યાં નિર્માણ પામતી બિલ્ડીંગ પર લગાવવામાં આવેલો શેડ ધડામ લઈને તૂટી પડ્યો.શેડ તૂટવાની ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે.કોઈ હાજર ન હોવાથી આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે.

સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.અહીંયા પાણી ભરાતા ૨૦ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.તો સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી બોય્ઝ હોસ્ટેલમાંથી ૪૦ બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.આદર્શ નિવાસી શાળાના બાળકોને રેસ્ક્યૂ કરીને કોમ્યુનિટી હોલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે.હોસ્ટેલની બહાર પાણી ભરાઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.