Western Times News

Gujarati News

આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં  ભારે વરસાદની સંભાવના

અધિક કલેક્ટર શ્રી કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને  વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

      અધિક કલેક્ટર SEOC શ્રી કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

     આ બેઠકમાં IMD ના અધિકારીશ્રી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કેરાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી તા.૨૩ થી ૨૭ જુલાઈ,૨૦૨૪ સુધી રાજયમાં અતિભારે/ભારે વરસાદની આગાહી બાબતે અધિક કલેકટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું હતું.

      હાલમાં ભારે વરસાદ પડેલ જિલ્લાઓમાં વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહેરોગચાળો ન ફેલાય તથા બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત કાર્યરત થાય તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા શ્રી કલ્પનાબેન ગઢવીએ જણાવ્યું હતું.

     આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi Division, ફોરેસ્ટઆરોગ્ય, BISAG-N, ફિશરીઝઇન્ડિયન નેવીકોસ્ટ ગાર્ડજી.એમ.બી.ઊર્જામાર્ગ અને  મકાન, GSRTC, યુ.ડી.ડીફાયરપંચાયતપશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય,  કૃષિઈન્ડિયન આર્મીતથા ઈન્ડિયન એરફોર્સના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.