વિશ્વામિત્રી નદીના કિનારે ભટકતા કૂતરાનો શિકાર કરતો મગર કેમેરામાં કેદ
વહેલી સવારે બનેલી ઘટનાને સ્થાનિક યુવકે મોબાઈલમાં કેદ કરી
વડોદરા, વડોદરાની માધ્યમથી શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષાેથી મગર અને કાચબાનો વસવાટ કરે છે જો કે હવે આસપાસ વસ્તી થઈ જતા નદીમાં ક્ચરો અને દૂષિત છોડાતા પાણી અને ગંદકીને કારણે આ જીવો પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં ભાગ્યેજ જોવા મળતો મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. વહેલી સવારે મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને પોતાનો શિકાર બનાવી લીધો હતો.
વડોદરાના પ્રતાપગંજ ગણેશનગર ઝૂંપડપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આ ઘટના બની હતી. અહીં એક મહાકાય મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને તરાપ મારી પોતાનો કોળિયો બનાવી દીધો હતો. એક સ્થાનિક યુવકે મોબાઈલમાં આ ઘટના કેદ કરી હતી. મહતત્વનું છે કે, વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. હાલમાં વડોદરા સ્માર્ટ સિટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે.
નદીમાં આપણે બેફામ ક્ચરો નાખી રહ્યા છે, જેના કારણે નદીમાં વસવાટ કરતા ૩૦૦થી વધારે મગર, ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબા તેમજ પક્ષીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.