Western Times News

Gujarati News

૬ કરોડ ખેડૂતોને મોદી આપશે નવા વર્ષની ખાસ ભેટ

Files Photo

તુમકુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે દેશના છ કરોડ ખેડૂતોને પીએમ-કિસાન સન્માન નિધિ અંતર્ગત ડિસેમ્બર મહિનાના ભથ્થાના રૂપમાં ૧૨૦૦૦ કરોડ રૂપિયા આપીને તેમને નવા વર્ષની ભેટ આપશે. પરંતુ પશ્ચિમ બંગાળના ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત રહી જશે. કારણ કે, ત્યાંના ખેડૂતો હજી સુધી પીએમ-કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાઈ શક્યા નથી.

કેન્દ્રીય કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું કે, વડાપ્રધાન ગુરુવારે તુમકુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ રકમને ખેડૂતોના ખાતામાં મોકલશે. ઉલ્લેખનીય છે કે, પીએમ ખેડૂત સન્માન નિધિના લાભાર્થી ખેડૂતોને ડિસેમ્બરમાં મળનારા ૨૦૦૦ રૂપિયાનુ ભથ્થુ મળ્યું નથી. મંદીમાં પણ સુરત અને રાજકોટ સરકાર માટે દુઝણી ગાય સાબિત થયા, ઈકોનોમિકલ ગ્રોથમાં ટો-૧૦ લિસ્ટમાં પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગીવાળી યોજના પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ દેશભરના ખેડૂતો ઉઠાવી રહ્યા છે, પરંતુ પશ્ચિમ બંગાળના ૭૦ લાખ ખેડૂતો હજી સુધી આ લાભથી વંચિત છે. પશ્ચિમ બંગાળી મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ યોજનાનો વિરોધ કરીને તેને હજી લાગુ કરી નથી. મમતા બેનરજી આ યોજનાના આલોચક બની હતી.

તેથી તેઓ યોજનાનો પોતાના રાજ્યમાં લાગુ કરવામાં પક્ષમાં નથી. આ રીતે કેન્દ્ર અને બંગાળ સરકારની તકરારમાં પશ્ચિમ બંગાળના ગરીબ ખેડૂતો પીસાઈ રહ્યાં છે, જેઓ આ યોજનાના લાભથી વંચિત છે. પ્રદેશના ખેડૂતોને આ યોજનામાં રસ છે, તેથી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન ખેડૂત સમ્માન નિધિ પોર્ટ પર ખેડૂતોએ ખુદ ઓનલાઈન રજિસ્ટ્રેશનનો વિકલ્પ આપ્યા બાદ પ્રદેશના ૪૫૦૦૦ ખેડૂતો આ યોજનામાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.