Western Times News

Gujarati News

165માં આયકર દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આયકર વિભાગ દ્વારા યોજાયો

165માં આયકર દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આયકર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સહભાગી બનવાનો અવસર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યો હતો. આ પ્રસંગે ઈન્કમ ટેક્સ વિભાગના સૌ કર્મયોગીઓને આયકર દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. 

કરવેરા થકી રાષ્ટ્રના વિકાસમાં તેમજ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપી રહેલા રાજ્યના અગ્રણી કરદાતાઓનું સન્માન કર્યું. નાગરિકો ઈમાનદારીથી ટેક્સ ભરે અને ટેક્સની પાઈ-પાઈનો સદુપયોગ વિકાસના કામોમાં થાય તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં શક્ય બન્યું છે. વિતેલા દસ વર્ષોમાં દેશમાં ડિજીટલ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ટેક્સ કલેક્શનની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને સરળતા આવી છે. 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  આપણા માટે ગૌરવની વાત છે કે કરવેરો ભરવા બાબતે ગુજરાત દેશમાં અગ્રીમ હરોળમાં છે. વર્ષ 2023-24 માં કુલ મળી 64,340 કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન ગુજરાતમાંથી થયું છે. ટેક્સ એ રાષ્ટ્રના વિકાસ માટે નાણાંપ્રાપ્તિનું મુખ્ય સાધન છે. આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ માટે પૂરી પ્રામાણિકતા અને ઉત્સાહથી ટેક્સ ભરીએ એ જ અભ્યર્થના.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.