અમેરિકાનો ઈરાન પર હવાઈ હુમલો
(પ્રતિનિધી દ્વારા) વાશિગ્ટન: ર૦ર૦ની સાલની શરૂઆતમાં જ યુધ્ધના ભણકારાથી વિશ્વના દેશને ચિંતીત બની ગયા છે. યુધ્ધ થાય કે ન થાય પરતુ તેના સંકેતો શરૂ થઈ ગયા છે. અમેરીકા-ઈરાન વચ્ચેના હુમલાથી વિશ્વના બધા દેશમાં હલચલ મચી ગઈ છે. હાલની પરિÂસ્થતિમાં જા અમેરીકા- ઈરાન વચ્ચે યુધ્ધ થાય તો તેની અસર ભારત સહીત અનેક દેશોમાં પડે તેમ છે.
રોકેટે આજે અમેરીકન સૈન્યોએ બગદાદ પર કરેલા હુમલામાં ૮ જેટલા લોકો માર્યા ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ હુમલામાં કુંદુર્સ ફોર્સના ઈરાનના ટોપ કમાન્ડર સુલેમાન તથા ડેપ્યુટી કમાન્ડર માર્યા ગયાના સમાચાર છે. ઈરાનના સરકારી પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે અમેરીકાએ આતંકી હુમલો કર્યો છે.
અત્રે ઉલલેખનીય છે કે થોડાક દિવસો પહેલાં અમેરીકન દુતાવાસમાં ઈરાને તોડફોડ કરી, આગચાંપી આતંકી હુમલો કર્યો હતો. ત્યારે અમેરીકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે આ આતંકી હુમલાનો જરૂર બદલો લેવાશે.
એક પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે અમેરીકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે આપેલ આદેશ બાદ જ આ હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે વિમાન કંપનીઓને ચેતવણી આપી છે કે સાવધ રહેજા. ગમે ત્યારે હુમલો થઈ શકે છેે. ટ્મ્પે જણાવ્યુ હતુ કે જા અમેરીકા ઈરાન વચ્ચે જંગ ખેલાશે તો તેનો અંત પણ ર૦ર૦માં આવશે. અમેરીકા- ઈરાન વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. અને જા ખરેખર યુધ્ધ શરૂ થાય તો શક્ય છે કે ઈરાન વિશ્વના દેશોને તેલ આપવાનું બંધ કરે અને તેથી યુધ્ધની ગંભીર અસર વિશ્વના અનેક દેશો પર પડી શકે છે. ભાત તેમાંનો એક દેશ છે. જે ઈરાનથી મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે. ઈરાનમાંથી જા તેલનો જથ્થો મોકલવાનો બંધ કરે તો ભારત મુશ્કેલીમાં મુકાઈ જાયે.
અમેરીકન પ્રમુખ ટ્રમ્પે બે દિવસ પહેલાં જ ટ્વિટર પર સંદેશો આપતા ચેતવણી પણ આપી છે કે અમરીકન વિદેશી મંત્રાલય પર થયેલા હુમલાનો બદલો લેવામાં આવ્યો છે. ચૂપ બેસી રહીશું નહીં. નવું વર્ષ મુબારક. અને બે જ દિવસમાં અમેરીકાએ રોકેટ હુમલો કર્યો. ચેતવણીના ભાગરૂપે અમેરીકન પ્રેસિડેન્ટે જણાવ્યુ હતુ કે ઈરાને મોટી કિંમત ચુકવવી પડશે.
અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીનું મોત થઈ ગયું છે. અમેરિકાએ ગુરુવાર મોડી રાત્રે ઈરાકની રાજધાની બગદાદમાં હવાઈ હુમલા કરી ઈરાનના કુદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારી નાખ્યા છે. સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અમેરિકાએ હવાઈ હુમલો કરી દીધો. આ હુમલામાં પાપ્યુલર મોબલાઇઝેશન ફાર્સના ડ્યૂટી કમાન્ડર અબૂ મેહદી અલ મુહાંદિસ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે.