કુંવારી કન્યાઓએ જયાપાર્વતી વ્રતની પૂજા અર્ચના કરીને ઉજવણી કરી

મોડાસાના ઓધારી મંદિર અને સાકરીયા ગામે સાંકળેશ્વર મહાદેવ મંદિરે કુંવારી કન્યાઓએ જયાપાર્વતી વ્રતની પૂજા અર્ચના કરીને ઉજવણી કરી
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) ગુજરાતમાં અષાઢ સુદ અગિયારસ થી અષાઢ સુદ પૂનમ ગૌરી વ્રત અને અષાઢ સુદ તેરસ થી અષાઢ વદ બીજ સુધી પાંચ દિવસ જયા પાર્વતી વ્રતની ઉજવણી કરાય છે.ગૌર વ્રત એ ગૌરી એ દેવી પાર્વતી નું જ નામ છે , પાંચ વર્ષની ઉંમરથી નાની નાની બાળાઓ ગૌરીવ્રત જે સારા વર ની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છ.
અને મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે તે શિવપાર્વતીની આરાધના કરે છે અને સારા વરની અને અખંડ સૌભાગ્યની કામના કરે છે.ત્યારે અરવલ્લીના મોડાસામાં અને સાકરીયા ગામમાં ગૌરીવ્રત પૂર્ણ બાદ જયાપાર્વતીના વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પાંચ દિવસ સુધી મોડાસાના ઓધારી મંદિરે એને સાકરીયાના સાંકડેસ્વર મહાદેવ મંદિરે બલિકાઓએ જયા પાર્વતી ના અંતિમ દિવસે ઉપવાસ કરીને અને પૂજા અર્ચના આરતી કરીને વ્રતની ઉજવણી કરી હતી.
મોડાસા સહિત અરવલ્લી જીલ્લામાં બાલિકાઓ પરિવારમાં સુખ, શાંતિ, પ્રાપ્ત થાય અને સારા જીવનસાથી માટે આ વ્રત કરીને ધન્યતા અનુભવી હતી. મોડાસાના ઓધારી મંદિરમાં પાંચ દિવસ સવારથી જ પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં કન્યાઓએ પાંચ દિવસ જયા પાર્વતીનું વ્રત કરીને મનોકામના પૂર્ણ થાય તે માટે માતાજીની આરાધના કરીને પૂજા અર્ચના આરતી કરીને જયા વ્રતની ઉજવણી કરી હતી.