Western Times News

Gujarati News

દેશ છોડતા પહેલા ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડશે

૧ ઓક્ટોબરથી નિયમ લાગુ થશે

(એજન્સી)નવી દિલ્હી, બજેટમાં નાણામંત્રીએ એક અગત્યની જાહેરાત કરી છે. હવે ભારત છોડવા માટે જરૂરી ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા માટે નિયમો કડક બનાવવામાં આવ્યા છે.

૧ ઓક્ટોબરથી ભારતમાં રહેતા કોઈપણ વ્યક્તિને બ્લેક મની એક્ટ હેઠળ તેઓ ક્લિયર છે તેની પુષ્ટિ કરતા ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે. આવકવેરા અધિનિયમની કલમ ૨૩૦ મુજબ ભારતમાં રહેતી કોઈપણ વ્યક્તિએ દેશ છોડતા પહેલા ટેક્સ અધિકારીઓ પાસેથી પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે. આ પ્રમાણપત્ર પુષ્ટિ કરે છે કે વ્યક્તિનો કોઈ કર બાકી નથી અથવા કોઈ બાકી રકમ ચૂકવવાની વ્યવસ્થા કરવાની છે.

આ જરૂરિયાત આવકવેરા અધિનિયમ તેમજ અગાઉના વેલ્થ ટેક્સ, ગિફ્ટ ટેક્સ અને એક્સપેન્ડિચર ટેક્સ એક્ટ હેઠળના કરને આવરી લે છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે ટેક્સ નિષ્ણાતો માને છે કે નોટિફિકેશન અથવા આગામી નિયમો જરૂરિયાતોને વધુ સ્પષ્ટ કરશે.વર્ષ ૨૦૨૪ના બજેટમાં બ્લેક મની એક્ટની કલમ ૪૨ અને ૪૩ હેઠળ રિયલ એસ્ટેટ સિવાયની વિદેશી અસ્કયામતો

જો તેમની કુલ કિંમત રૂપિયા ૨૦ લાખથી ઓછી હોય તો તેની જાણ ન કરવા બદલ રૂપિયા ૧૦ લાખના દંડને દૂર કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી હતી. આ ફેરફાર ૧ ઓક્ટોબર ૨૦૨૪થી લાગુ થશે.દંડની જોગવાઈઓમાંથી આ મુક્તિ આ વિદેશી સંપત્તિઓની ખોટી અથવા બિન-રિપો‹ટગ પર પણ લાગુ પડે છે. જોગવાઈનો અર્થ એ છે કે

દરેક વ્યક્તિ જે સામાન્ય રીતે ભારતના રહેવાસી છે તેમણે તેમની આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમામ શેર અને સિક્યોરિટીઝ જેવા રોકાણો સહિત વિદેશી સંપત્તિઓ અને આ સંપત્તિમાંથી કોઈપણ આવક જાહેર કરવી આવશ્યક છે. જો તેઓ વિદેશી આવક અને સંપત્તિની જાણ કરતા નથી

અથવા તેમને સંબંધિત આઈટીઆર સબમિટ કરવામાં નિષ્ફળ જાય છે તો તેઓ સંપત્તિની કિંમતને ધ્યાનમાં લીધા વિના બ્લેક મની એક્ટની કલમ ૪૨ અથવા ૪૩ હેઠળ રૂ. ૧૦ લાખના દંડનો સામનો કરી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.