Western Times News

Gujarati News

અમદાવાદને સ્વચ્છ અને સુંદર બનાવવા 155 સ્વચ્છતા સુપરવાઈઝરોની નિમણૂંક

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં રોજેરોજ દ્વિયસ દરમ્યાન કરવામાં આવતી સફાઈની કામગીરી અને રાત્રિ સકાઈની કામગીરી તથા વિવિધ સ્વચ્છતા ઝુંબેશની અગત્યની કામગીરીને અનુલક્ષીને સેનેટરી ઈન્સ્પેકટરની લાયકાત ધરાવતા પ્રથમ તબક્કામાં 50 અને ત્યારબાદ 105 એમ કુલ 155 સ્વચ્છતા સુપરવાઈઝરની સેવા લેવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ શહેરીજનોનાં આરોગ્યનાં હિત સાથે જોડાયેલી શહેરની રોજેરોજની સફાઈ અને સેનીટેશનની અતિ આવશ્યક સેવાઓની કામગીરીને ધ્યાને રાખી આ સ્વચ્છતા સુપરવાઈઝરોની મુદત લંબાવવામાં આવે છે.

જેઓ દ્વારા ૭ ઝોનનાં ૪૮ વોર્ડમાં આવેલાં કુલ 138 મસ્ટર સ્ટેશનો પરનાં 9000 થી વધારે સફાઈ કામદારો મારફતે દરરોજ સવારે અને બપોરે ટોળાં સફાઈથી કરવામાં આવતી અંદાજિત 10000 થી વધારે બીટોની આદર્શ સફાઈની કામગીરીનાં નિરીક્ષણમાં વધુ સહાયભૂત થશે. હાલમાં ચોમાસાંની સીઝનમાં વિવિધ મશીનરીઓ અને વાહનો દ્વારા સફાઈની કામગીરી તથા કાદવ-કીચડ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહેલ છે જે કામગીરીની દેખરેખમાં પણ સ્વચ્છતા સુપરવાઈઝરોનાં કારણે મદદ મળી રહેશે.

શહેરમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની નવી એજન્સીઓનાં 1900 થી વધારે વાહનોથી કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં શહેરના 16 લાખથી વધારે રહેણાંક અને 6 લાખ જેટલા કોમર્શિયલ એકમોનાં POI અંગેનાં સર્વેની કામગીરી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલ છે જેમાં પણ સ્વચ્છતા સુપરવાઈઝરો દ્વારા નિરીક્ષણ કામગીરી કરવવામાં આવશે.

હાલમાં 07 ઝોન 48 વોર્ડમાં કાર્યરત સ્વચ્છતા સ્કવોડ અને 07 ઝોનલ સી એન્ડ ડી સ્કવોડની કામગીરી માટે તેમજ શહેરની રાત્રિ સફાઈ કામગીરી અસરકારક કરવા તથા રાત્રિ ચેકીંગની વ્યવસ્થા સુદ્રઢ બનાવવા તથા લીટરપીકીંગ ટીમો બનાવી શહેરમાંથી લીટરીંગ દુર કરવાની કામગીરી કરવામાં આવી રહેલ છે તેના મોનીટરીંગ માટે પણ આ સ્વચ્છતા સુપરવાઈઝરોને કામગીરીમાં મુકવામાં આવશે.

સ્વચ્છ સર્વેક્ષણ 2024 અન્વયે શહેરનું એસેસમેન્ટ આગામી 02 માસમાં શરૂ થવાની હોઈ સરકારની સિટી પ્રોફાઇલમાં બતાવવામાં આવેલ 1400 થી વધારે લોકેશનો પર પેરામીટર્સ અનુસારની પૂર્તતા બાબતની કામગીરીઑની અગત્યતાને ધ્યાને રાખી તમામ 07 ઝોનનાં 48 વોર્ડમાં સ્વચ્છતા સુપરવાઈઝરો અતિ આવશ્યક બની રહેશે જેના થકી શહેર સ્વચ્છ સર્વેક્ષણમાં વધુને વધુ માર્ક્સ મેળવીને દેશભરનાં સૌથી સ્વચ્છ શહેરોમાં પોતાનું સ્થાન મેળવી શકશે તેવી આશા રાખવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.