Western Times News

Gujarati News

એશિયા બુક ઓફ રેકોર્ડ્સે MMTC-PAMPને એશિયાની સૌથી શુદ્ધ ગોલ્ડ અને સિલ્વર કોઇન્સ/બાર્સ બ્રાન્ડ તરીકે સન્માનિત કરી

એમએમટીસી- પીએએમપીએ એશિયામાં સન્માન મેળવનારી એકમાત્ર ગોલ્ડ અને સિલ્વર રિફાઇનર છે

999.9+ શુદ્ધતા સ્તરે સતત સૌથી શુદ્ધ ગોલ્ડ અને સિલ્વર પ્રોડક્ટ્સ બનાવવા માટે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ બાદ બીજું સન્માન છે

25 July 2024: સમજદાર રોકાણકારો ઘણીવાર સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓને વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઉમેરીને રોકાણ પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન કરવાની સલાહ આપે છે. આ ધાતુઓ પેઢીગત મૂલ્ય પ્રદાન કરવા સાથે લાંબા ગાળાના રોકાણ વૃદ્ધિ માટે આદર્શ છે. સોનુ અને ઘણીવાર ચાંદી, ઓછી આર્થિક તકો દરમિયાન સુરક્ષા પૂરી પાડે છે. આમ, સૌથી વધુ કેરેટ, સૌથી શુદ્ધ સોનું અને ચાંદીનું રોકાણ અથવા ખરીદી કરવી અત્યંત મહત્ત્વનું છે. Asia Book of Records Honours MMTC-PAMP as Continent’s Purest Gold and Silver Coins/Bars Brand.

આ પ્રયાસમાં, ભારતની એકમાત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (એલબીએમએ) દ્વારા અધિકૃત ગુડ ડિલિવરી ગોલ્ડ અને સિલ્વર રિફાઇનર એવી એમએમટીસી-પીએએમપીને એશિયાની એકમાત્ર બ્રાન્ડ તરીકે સન્માનિત કરવામાં આવી છે જે 999.9થી વધુ (99.99 ટકાથી વધુ) શુદ્ધતા સ્તર અને હકારાત્મક વજન સહિષ્ણુતા સાથે સૌથી શુદ્ધ સોના અને ચાંદીના ઘડેલા કોઇન્સ (સિક્કા) અને બાર (લગડી) પ્રદાન કરે છે, જેનો અર્થ છે કે ગ્રાહકો અને રોકાણકારોને પેકેજિંગ પર દર્શાવેલ વજન કરતાં વધુ વજનનું ઉત્પાદન મળે છે.

એશિયામાં ઘણી કંપનીઓ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરે છે, જેને 999 ફાઇનનેસ તરીકે રજૂ કરી શકાય છે. આ 999 ફાઇનનેસ ધરાવતુ સોનુ 1,000 ભાગોમાંથી 999 ભાગનું શુદ્ધ સોનું છે, જેમાં સંતુલિત ધાતુઓ એટલે કે તાંબાના નાના નિશાન છે. એમએમટીસી પીએએમપી  સતત 999.9થી વધુ (99.99 ટકાથી વધુ) પર ઉચ્ચતમ શુદ્ધતા સ્તર સાથે ઘડેલા સોના અને ચાંદીના સિક્કા અને લગડી પ્રદાન કરે છે, એટલે કે ગ્રાહકો સંબંધિત કિંમતી ધાતુના 1,000 ગ્રામમાંથી 999.9 ગ્રામ સોનુ અથવા ચાંદી પ્રાપ્ત કરે છે. સંતુલિત ધાતુ તરીકે શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરવા માટે તે એકમાત્ર ગોલ્ડ રિફાઇનર છે, આમ ગ્રાહકોને વધુ મૂલ્યવાન ઘડેલી સોનાની પ્રોડક્ટ પૂરી પાડે છે.

આ એવોર્ડની માન્યતા અને સન્માન અંગે એમએમટીસી- પીએએમપીનાં મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી વિકાસ સિંઘે જણાવ્યું હતું કે, “અમે એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી આ સન્માન પ્રાપ્ત કરીને ખરેખર રોમાંચિત છીએ, જે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી અમારી અગાઉની માન્યતાને આધારે પ્રાપ્ત થયું છે.

સમગ્ર એશિયામાં અમે હાંસલ કરેલી આ સિદ્ધિ અમારા મૂલ્યવાન ગ્રાહકોને 999.9થી વધુ (99.99 ટકાથી વધુ) શુદ્ધ સોના અને ચાંદીની ઘડવામાં આવેલી પ્રોડક્ટ્સ સાથે શુદ્ધતા અને કારીગરીનાં શિખરનું ઉદાહરણ આપતી પ્રોડક્ટ્સ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. એમએમટીસી-પીએએમપી  ખાતે અમારી પ્રોડક્ટ્સ ન કેવળ અમારા ગ્રાહકો માટે અમૂલ્ય રોકાણ છે પરંતુ વૈશ્વિક કિંમતી ધાતુઓના બજારમાં ભારતની વધતી જતી આગવી ઓળખને પણ રજૂ કરે છે.”

પરંપરાગત 999.9 શુદ્ધતાને વટાવીને, એમએમટીસી-પીએએમપી  ઉદ્યોગ માટે એક નવું ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્થાપિત કરવા માંગે છે. આ વિક્રમી પ્રયાસ માત્ર રેકોર્ડ તોડવા માટે નથી. તે ગ્રાહકો જે સોનામાં રોકાણ કરે છે તેનાથી શું અપેક્ષા રાખી શકે છે તેને પુનઃવ્યાખ્યાયિત કરવા વિશે છે.

એમએમટીસી-પીએએમપી  દ્વારા બનાવેલ દરેક પ્રોડક્ટ ધાતુની 999.9થી વધુ શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે સખત શુદ્ધિકરણ પ્રક્રિયામાંથી પસાર થાય છે. અધિકૃતતાને માન્ય કરવા માટે, દરેક એમએમટીસી-પીએએમપી  પ્રોડક્ટ એક અનન્ય નંબર ધરાવે છે

અને એસેયર સર્ટિફાઇડ મિન્ટેડ કાર્ડ્સમાં પેક કરવામાં આવે છે. એમએમટીસી-પીએએમપી પાસેથી ખરીદેલ દરેક સોના અને ચાંદીની પ્રોડક્ટ સકારાત્મક વજન સહિષ્ણુતા પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે  છે કે તેઓ જે સિક્કો અથવા લગડી ખરીદે છે તેનું વજન જણાવવામાં આવેલા વજન કરતાં વધુ હોય છે, જેથી ગ્રાહકોને તેમના રોકાણ માટે સૌથી વધુ મૂલ્ય પ્રાપ્ત થાય તેની ખાતરી થાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.