અકુમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સનો IPO 30 જુલાઈ, 2024ના રોજ ખૂલશે
- પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”) દીઠ રૂ. 646થી રૂ. 679નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે
- એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડ કરી રહેલા લાયક ઠરેલા કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 64નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે
- બિડ/ઓફર મંગળવાર, 30 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને ગુરૂવાર, 1 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સોમવારે, 29 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને બંધ થશે
- બિડ્સ લઘુતમ 22 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 22 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
અમદાવાદ, 26 જુલાઈ, 2024 – અકુમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“AKUMS” અથવા “The Company”) મંગળવાર, 30 જુલાઈ, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ માટે (“ઓફર”) બિડ/ઓફર કરવા માટેના સમયગાળાનો પ્રારંભ કરશે.
Akums Drugs and Pharmaceuticals Limited’s Initial Public Offer to open on July 30, 2024
આ ઓફરમાં કંપની દ્વારા રૂ. 6,800 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના) એટલાની જ સંખ્યાના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) તથા કંપની દ્વારા કેટલાક હાલના શેરધારકો (“સેલિંગ શેરધારકો”) દ્વારા 17,330,435 ઈક્વિટી શેર્સ સુધીના વેચાણ માટેની ઓફર (“ઓફર કરેલા શેર્સ”)નો સમાવેશ થાય છે. ઓફર કરેલા શેર્સમાં સંજીવ જૈન દ્વારા 15,12,000 ઇક્વિટી શેર્સ, સંદીપ જૈન દ્વારા 1,512,000 ઇક્વિટી શેર્સ, (સામૂહિક રીતે, “પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ”) અને રૂબી ક્યુસી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ પીટીઈ લિમિટેડ (“રૂબી ક્યુસી” અથવા “ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 1,43,06,435 ઇક્વિટી શેર્સ સુધીનો સમાવેશ થાય છે (વેચાણકર્તા શેરધારકો દ્વારા ઇક્વિટી શેરના વેચાણ માટેની આવી ઓફર, “વેચાણ માટેની ઓફર”). રૂબી ક્યુસીને એશિયામાં એક અગ્રણી હેલ્થકેર કેન્દ્રિત ખાનગી ઇક્વિટી ફંડ ક્વાડ્રિયા કેપિટલનું સમર્થન છે.
આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 150.00 મિલિયન (રૂ. 15.00 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સની સંખ્યા સુધીના રિઝર્વેશનનો સમાવેશ થાય છે. (“એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન”).
એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સોમવાર, 29 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને તે દિવસે બંધ થશે. બિડ/ઓફર સબ્સ્ક્રીપ્શન માટેના સમયગાળા હેઠળ મંગળવાર, 30 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને ગુરુવાર, 1 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થશે (“બિડ વિગતો”).
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 646થી રૂ. 679 પ્રતિ ઇક્વિટી શેર (“પ્રાઈસ બેન્ડ”) નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 22 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 22 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે (“લઘુત્તમ બિડ લોટ”).
કંપની (1) કંપનીના દેવાની ચૂકવણી/પૂર્વચૂકવણી માટે (2) તેની પેટાકંપનીઓ એટલે કે મેક્સક્યુર ન્યુટ્રાવેદિક્સ લિમિટેડ અને પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના દેવાની ચૂકવણી/પૂર્વચૂકવણી (3)કંપનીની કાર્યકારી મૂડીની વધારાની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા (4) એક્વિઝિશન દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ પહેલ આદરવા અને (4) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કંપની દ્વારા ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે (“ઓફરનો હેતુ”).
આ ઇક્વિટી શેર 24 જુલાઈ, 2024ના રોજ નવી દિલ્હી ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, દિલ્હી અને હરિયાણામાં ફાઈલ કરાયેલ કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવે છે. (“આરએચપી”).
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનાર ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (બીએસઈની સાથે “એનએસઈ”, “સ્ટોક એક્સચેન્જ”) જેવા સ્ટોક એક્સચેન્જીસમાં લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે, એનએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે. (“લિસ્ટિંગની વિગતો”)
આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી)ની શરતોમાં, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા નિયમનો 2018ના નિયમન 31 (Issue of Capital and Disclosure Requirements) સાથે વાંચવામાં આવેલા સુધારા મુજબ અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(2) સાથે સુધારતા અને તેના અનુસંધાનમાં (“સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ”) બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના લઘુતમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“ક્યુઆઈબી”) (“ક્યુઆઈબી પોર્શન”) માટે પ્રમાણસર આધાર ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જેમાંથી એક તૃતીયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આરક્ષિત રહેશે, જે સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમતે અથવા તેનાથી વધુની કિંમતે પ્રાપ્ત થતી માન્ય બિડ્સને આધીન રહેશે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”). એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનની સ્થિતિમાં, બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતાં ઓછી હશે તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીના પ્રમાણસર ધોરણે ફાલવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) આવા પોર્શનનો એક તૃત્યાંશ ભાગ રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે અનામત રહેશે (બી) આવા પોર્શનનો બે-તૃત્યાંશ ભાગ રૂ. 10,00,000 કરતાં વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે
જે આ બે સબ-કેટેગરીઓમાંથી ગમે તેમાં સબસ્ક્રાઇબ ન થયેલા પોર્શનના કિસ્સામાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં અરજીકર્તાને ફાળવી શકાશે અને નેટ ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફરની કિંમતે કે તેનાથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત, એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરતા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર્સ પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે જે તેમના તરફથી ઓફર કિંમત કે તેનાથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા જ આ ઓફરમાં ફરજિયાતપણે ભાગ લેવાનો રહેશે અને તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો યુપીઆઈ બિડર્સના કિસ્સામાં (યુપીઆઈ આઈડી સહિત) આપવાની રહેશે જેમાં સંબંધિત બિડની રકમ ઓફરમાં ભાગ લેવા માટે પાત્રતા તરીકે યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઇશ્યૂના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ નંબર 472 પર ઓફર પ્રોસીજર્સનો અભ્યાસ કરો.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને એમ્બિટ પ્રાઈવેટ લિમિટેડ આ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર (“બીઆરએલએમ”) છે. અહીં વપરાતા પરંતુ વ્યાખ્યાયિત ન કરાયેલા તમામ કેપિટલાઇઝ્ડ શબ્દોનો અર્થ આરએચપીમાં દર્શાવવામાં આવ્યા મુજબનો અર્થ થશે.