Western Times News

Gujarati News

હાલોલ ટોલનાકા પાસે ટેન્કર ડ્રાઈવર પર ત્રણ શખ્સોનો હુમલો

Files Photo

(પ્રતિનિધિ) ગોધરા, હાલોલ ટાઉન પોલીસ મથક ની હદમાં જ્યોતિ સર્કલ પાસે મધવાસથી એક ટેન્કરનો પીછો કરી ધસી આવેલા કેટલાક ઈસમોએ ટેન્કર ચાલાકને ટેન્કરમાંથી નીચે ખેંચી લોખંડના વાઈપર વડે ઢોર માર મારી ફરાર થઇ જવાની આખી ઘટના આરટીઓની જીપ પાસે બનવા પામી છે.

બેફામ ગુંડાઓની જેમ ધસી આવેલા અસામાજિક તત્વો શહેર પોલીસના કાયદો અને વ્યવસ્થાનું ધોળે દહાડે ચીર હરણ કરી ફરાર થઇ ગયા હતા. ટેન્કર ચાલક ઇન્દોરથી એસિડ ભરીને ભરૂચ જઈ રહ્યો હતો. ત્યારે ત્રણ મોટરસાયકલ ઉપર કેટલાક ઇસમોએ મધવાસથી તેનો પીછો કર્યો હતો. ગભરાયેલા ટેન્કર ચાલકે ટોલનાકા પાસે ઇ્‌ર્ંની ગાડી જોઈ ત્યાં તેનું ટેન્કર ઊભું કરી દીધું હતું.

ઇન્દોરથી એસિડ ભરીને ભરૂચ જઈ રહેલા એક ટેન્કર ચાલક હાલોલ તરફ આવી રહ્યો હતો. ત્યારે મધવાસ ટનિંગ પાસે કોઈ બાઇક અથડાતા બચી ગઈ જેમાં બાઇક ચાલક અને અન્ય એક ઇસમે ટેન્કર રોકવાનો પ્રયત્ન કરતા ગભરાયેલા ટેન્કર ચાલકે ટેન્કર રોક્યું ન હતું. જેથી આ ઈસમો મધવાસથી ટેન્કરનો પીછો કરી હાલોલ સુધી આવ્યા હતા.

વચ્ચે હાઇવે ઉપર તેઓ ટેન્કરની આગળ પોતાની મોટરસાયકલ લાવી સતત ટેન્કરને રોકવાનો પ્રયત્ન કરતા હતા. જેથી ટેન્કર ચાલકે જ્યોતિ સર્કલ અને ટોલનાકાની વચ્ચે આરટીઓની જીપ જોતા પોતાનું ટેન્કર ત્યાં ઊભું કરી દીધું હતું.ટેન્કરનો પીછો કરી રહેલા ત્રણ વાહનો પર આવેલા ઈસમોએ ઇ્‌ર્ં અધિકારી અને સ્ટાફની સામે ટેન્કર ચાલકને ટેન્કરમાંથી નીચે ઢસડીને લોખંડના વાઇપર વડે ઢોર માર્યો હતો.

અફરા તફરી બાદ આરટીઓ અધિકારીઓએ વાઇપર લઈને હુમલો કરનાર ઈસમો ને પકડી લેતા ટેન્કર ચાલકનો જીવ બચ્યો હતો. અત્રે લોક ટોળા એકઠા થઈ ગયા હતા સ્થાનિક ટાઉન પોલીસ ને આ બનાવ ની જાણ કરવામાં આવી હતી, પરંતુ પોણો કલાક સુધી પોલીસની વાન અત્રે ન આવતા આખરે જિલ્લા પોલીસ કન્ટ્રોલમાં આ સમગ્ર હકીકત જાણવવમાં આવી હતી અને પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

હાલોલ બાયપાસ રોડ ઉપર આ રીતે ધોળે દહાડે અને મોડી રાત્રે ટ્રાન્સપોર્ટના વાહનોને રોકી ડ્રાઈવરને હથિયાર બતાવી ડીઝલ ચોરી કરવામાં આવી રહી હોવાથી અત્રેથી પસાર થતાં ટ્રાન્સપોર્ટના વાહનચાલકોમાં આવી ઘટનાને લઈને ભારે ગભરાટ રહે છે. જેને લીધે આવા વાહનો રસ્તામાં ક્યાંય પોતાના વાહન રોકતા નથી.

કદાચ એટલે જ આ ટેન્કર ચાલકે ટોલનાકા પાસે આરટીઓ વિભાગની જીપ જોઈને ત્યાં પોતાનું ટેન્કર ઊભું કરી દીધું હતું.ટેન્કર ચાલક ઉપર લોખંડના વાયપર થી હુમલો કરીને તેને ઢોર મારનાર મધવાસ ગામનો કોઈ રાજેશભાઈ હોવાનું તેની સાથે વાતચીત દરમિયાન તેને જણાવ્યું હતું.

હુમલો કરનારે પણ જણાવ્યું હતું કે તે હાઇવે ઉપર સ્પીડ બ્રેકર આવતા તે ટેન્કર ઉપર ચડી ગયો હતો અને ટેન્કર ઉપર લટકાઈ ને ટેન્કર રોકવાનો સતત પ્રયત્ન કર્યો હતો. પરંતુ ટેન્કર ચાલકે ટેન્કર ન રોકતા ગુસ્સામાં આવી તેનો પીછો કરી તેને ઢોર માર્યો હોવાનો તેને જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.