Western Times News

Gujarati News

પુનાની વાયરોલોજીની ટીમે ચાંદીપુરા વાયરસના કેસમાં ઘોઘંબાના ઝીંઝરીમાં લોહીના નમૂના લીધા

પ્રતિકાત્મક

ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા અને મોરવા હડફ બાદ હવે ઘોંઘબા તાલુમાં પણ ચાંદીપુરા વાયરસને લઈને એક બાળકી મોતને ભેટયા બાદ આરોગ્યતંત્ર પણ દોડતું થયું છે. આ વાઈરસના વધતા કેસોને લઈ પુનાની નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીની ટીમે પણ પંચમહાલમાં ધામા નાંખ્યા છે.

ટીમ દ્વારા ગોધરાના કોટડા અને ત્યારબાદ આજે ઘોંઘબા તાલુકાના ઝીંઝરી ગામને મુલાકાત લીધા બાદ સેમ્પલો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સેન્ટ ફલાયના પણ સેમ્પલ લેવાની કામગીરી કરાઈ હતી.

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ પણ વ્યાપી ગયો છે. પેહલો કેસ ગોધરા તાલુકામાં નોંધાયા બાદ પછી ઘોંઘબામાં પણ આ મામલે શંકાસ્પદ કેસ નોંધાતા એક બાળકીનું કરૂણ મોત થયું હતું. આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી તપાસ પણ કરવામાં આવી હતી. હાલમાં આ વાઈરસના વધતા કહેરને લઈને પુનાથી નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીની ટીમ આવી હતી,

તેઓ આ મામલે વિવિધ સેમ્પલો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગોધરા તાલુકા કોટડા ખાતે સેમ્પલ લેવાની કાર્યવાહી કર્યા બાદ પુનાની આ ટીમ ઘોઘંબા તાલુકામાં આવેલા જીંજરી ગામે એક ૧૧ માસની બાળકી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને મોતને ભેટી હતી ત્યાં નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીની ટીમ આવી હતી.

તેઓ આ મામલે વિવિધ સેમ્પલો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગોધરા તાલુના કોટડા ખાતે સેમ્પલ લેવાની કાર્યવાહી કર્યા બાદ પુનાની આ ટીમ ઘોઘંબા તાલુકામાં આવેલી ઝીંઝરી ગામે એક ૧૧ માસની બાળકી શંકાસ્પદ ચાંદીપુર વાયરસને લઈને મોતને ભેટી હતી ત્યાં નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીની ટીમ પહોંચી પરિવારના સભ્યોના સેમ્પલ લીધા હતા સાથે સાથે આજુબાજુમાં જે પણ પાડોશી છે

તેના સેમ્પલો એ કલેકટ કરવામાં આવ્યા હતા અને અંદાજે ર૦૦ જેટલા સેન્ટફલાય આજુબાજુમાંથી કલેકટ કરીને પરીક્ષણ માટે પુના ખાતે મોકલવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.