Western Times News

Gujarati News

એક રિસર્ચ અનુસાર હેપેટાઇટિસ સંબંધિત બિમારીથી દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે : ડૉ. પ્રફુલ કામાણી

વર્લ્ડ હેપેટાઇટિસ ડે  28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે, તે લીવર સાથે સંબંધિત એક ગંભીર રોગ છે, જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મૃત્યુ  થાય છે. વર્લ્ડ હેપેટાઇટિસ ડેની આ વર્ષની થીમ “ઇટ્સ ટાઈમ ઓફ એક્શન” છે.

હેપેટાઇટિસ સંબંધિત બિમારીથી દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે આપણે જીવન બચાવવા અને આરોગ્યના પરિણામોને સુધારવા માટે યોગ્ય નિવારણ, નિદાન અને સારવાર પર પગલાંને વેગ આપવો જોઈએ.

હેપેટાઇટિસ રોગ શું છે અને તે અંગેની  વધુ માહિતી ડૉ. પ્રફુલ કામાણી (સિનિયર કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, હેપેટોલોજિસ્ટ, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટીનલ એન્ડોસ્કોપિસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ માહિતી આપી. ઉલ્લેખનીય છે કે ડૉ. પ્રફુલ કામાણી મેડિકલ ક્ષેત્રે 18 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ એમડી (મેડિસિન) DNB માં ગોલ્ડ મેડાલીસ્ટ પણ છે. Senior Consultant Gastroenterologist, Hepatologist, Gastro-Intestinal Endoscopist, Wockhardt Hospitals, Rajkot

હેપેટાઇટિસની વાત કરીએ તો આ એક ગંભીર રોગ છે. હેપેટાઇટિસએ અત્યંત ગંભીર બિમારી છે. હેપેટાઇટિસ વાયરસના પાંચ પ્રકાર છે, જેમ કે હેપેટાઇટિસ A, B, C, D અને હેપેટાઇટિસ E. આ તમામ વાયરસ અલગ અલગ રીતે ફેલાય છે અને તેમાંથી કેટલાક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હેપેટાઇટિસ(Hepatitis ) રોગના દર્દીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે.

હેપેટાઇટિસ A, B, C, D અને હેપેટાઇટિસ ઈ ના પાંચ પ્રકાર છે. તેમાંથી હેપેટાઇટિસ A અને E દૂષિત પાણીના કારણે થાય છે. આના કારણે કમળો થઈ શકે છે અને જીવનું જોખમ પણ છે. હીપેટાઇટિસ બી, સી અને ડી લોહી દ્વારા ફેલાય છે. આ વાયરસ લીવર સિરોસિસ જેવી ખતરનાક બીમારીઓનું કારણ પણ બની શકે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો લીવરમાં કેન્સર થવાનો પણ ભય રહે છે.

ડૉ. પ્રફુલ કામાણી એ જણાવ્યું હતું કે,  ” હેપેટાઇટિસને સરળ ભાષામાં કહીએ તો આ લીવરમાં થતો સોજો છે, જેનું મુખ્ય કારણ વાઇરસનું સંક્રમણ છે. જે સામાન્ય રીતે દૂષિત ખોરાક ખાવાથી અથવા પાણી પીવાથી, સંક્રમિત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફેલાય છે.

સમયસર યોગ્ય નિદાન અને સારવાર ન થતાં, હેપેટાઇટિસની આડઅસરથી લીવરનું કાર્ય ધીમે ધીમે નબળું પડી જાય છે અને લાંબા સમય પછી લીવર પોતાનું કામ બંધ કરી દે છે. આ ગંભીર તબીબી સ્થિતિને લીવર ફેલ્યોર કહેવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની પણ જરૂર પડી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, જો હેપેટાઇટિસ બી અને સીનું નિદાન અને સારવાર તાત્કાલિક કરવામાં ન આવે તો, પીડિત લીવર  સિરોસિસ જેવી ગંભીર સમસ્યાઓનો ભોગ બની શકે છે. સિરોસિસમાં, લીવર સંકોચાય છે અને તેના કોષો બગડવા લાગે છે. આવી સ્થિતિમાં લીવર  કામ કરવાનું બંધ કરી દે છે, તેને મેડિકલની ભાષામાં પેટ માં પાણી ભરવુ, લોહી ની ઉલ્ટી થવી મગજ ની સંતુલતા ગુમાવવી લિવર ફેલ્યોર કહેવાય છે. આ પરિસ્થિતિમાં લીવર  ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર અને છેલ્લો ઉપાય છે.”

હેપેટાઇટિસના લક્ષણોમાં પેટમાં દુખાવો, વારંવાર અપચો અને ઝાડા, કમળો ત્વચા, નખ અને આંખોનું પીળું પડવું, ઉબકા અને ઉલ્ટી, ભૂખ ન લાગવી અને સતત વજન ઘટવું, તાવ અને દ્રઢતા, ઉબકા અને ઉલ્ટી, શારીરિક કે માનસિક પરિશ્રમ વિના થાક લાગે છે, પેશાબનો ઘેરો પીળો રંગ, સાંધાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે.

આમ તો અત્યાર સુધી માત્ર હેપેટાઇટિસ એ અને બી માટે જ ટીકાકરણ ઉપલબ્ધ છે, તેમ છતાં તમે સાવચેતી રાખીને હેપેટાઇટિસના બાકી પ્રકારોથી પણ બચી શકો છો. તેનાથી બચવા માટે કાચું ભોજન ન ખાવું જોઈએ, ફિલ્ટર કર્યા વગરનું દૂષિત પાણી ન પીવું જોઈએ, પોતાનું ટૂથબ્રશ, રેઝર અને હાઇજીન સાથે સંકળાયેલા બીજા ઉત્પાદનોને કોઇની પણ સાથે શેર ન કરવા, નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહો અને તેમની સલાહ અનુસાર સ્વાસ્થ્યની કાળજી રાખો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.