Western Times News

Gujarati News

સ્વતંત્રતા દિવસના અવસરે ખાદીનું બનેલું કાપડ ચોક્કસ ખરીદોઃ મોદી

File

૧૫ ઓગસ્ટે ક્યા વિષય પર આપું સ્પીચ, મોદીએ માગ્યાં સૂચન

(એજન્સી)નવી દિલ્હી, બજેટ પછી આજે પહેલીવાર ‘મન કી બાત’ કાર્યક્રમનો ૧૧૨મો એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિક, મેથ્સ ઓલિમ્પિયાડ, આસામ મોઈદમ, ટાઈગર ડે, જંગલોના સંરક્ષણ અને સ્વતંત્રતા દિવસ પર વાત કરી.

તેમણે હેન્ડલૂમ અંગે પણ ચર્ચા કરી હતી. દર વર્ષે ૭મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે. ઁવડાપ્રધાને કહ્યું- સ્વતંત્રતા દિવસના અવસરે ખાદીનું બનેલું કાપડ ચોક્કસ ખરીદો. વડાપ્રધાને ૧૫ ઓગસ્ટના ભાષણમાં આવરી લેવાયેલા વિષયો પર સૂચનો પણ માંગ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ગણિત ઓલિમ્પિયાડના વિજેતાઓ સાથે વાત કરી હતી. આ વર્ષે ઈંગ્લેન્ડના બાથમાં ૬૫મી ઈન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારતના ૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઓલિમ્પિયાડમાં ભારતે ૪ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ જીત્યો હતો. મન કી બાત કાર્યક્રમમાં મોદીએ ચાર વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.

આસામ મોઈદમમાં અહોમ વંશના કબ્રસ્તાનને ૨૬ જુલાઈના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક શ્રેણીમાં સમાવિષ્ટ મોઈદમ ભારતનું ૪૩મું હેરિટેજ સ્થળ છે. મોઈદમમાં અહોમ રાજાઓ, રાણીઓ અને ઉમરાવોની કબરો છે. મોદીએ કહ્યું- તમારા મનમાં આ સવાલ આવતો જ હશે કે આ શું છે? એનું નામ એ પહાડી પરનું ચમકતું શહેર છે. તે અહોમ સામ્રાજ્યનું છે. હેરિટેજ સાઈટ બન્યા બાદ અહીં વધુ પ્રવાસીઓ આવશે. તમારે પણ ભવિષ્યમાં અહીં જવું જોઈએ. કોઇ પણ દેશ તેની સંસ્કૃતિ પર ગર્વ કરીને જ પ્રગતિ કરી શકે છે.

પીએમએ વાઘના સંરક્ષણ વિશે પણ વાત કરી. ઁસ્એ કહ્યું- આવતીકાલે સમગ્ર વિશ્વમાં વાઘ દિવસની ઉજવણી કરવામાં આવશે. ભારતમાં વાઘ આપણી સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે. વાઘ વિશે આપણે અનેક કિસ્સા કહાણીઓ સાંભળી છે. જંગલની આસપાસના લોકો વાઘ સાથે રહે છે. વાઘના સંરક્ષણ માટે અભૂતપૂર્વ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.