Western Times News

Gujarati News

લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના પ્રમુખ ફેબ્રિસિયોએ ગુજરાત લાયન્સ મિડિયા કલબની સ્થાપના કરી

અમદાવાદ, 25 જુલાઈ 2024: વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ફેબ્રિસિયો ઓલિવિરા બ્રાઝીલથી, 19 થી 23 જુલાઈ 2024 દરમિયાન ગુજરાતની મુલાકાત માટે આવ્યા હતાં.

આ મુલાકાત દરમિયાન લાયન્સ ક્લબ અમદાવાદના 25 નવા ક્લબોની સ્થાપના, સૌપ્રથમવાર ગુજરાત લાયન્સ કર્ણાવતી મિડિયા કલબની પણ સ્થાપના કરી હતી.

લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના પ્રમુખ ફેબ્રિસિયો ઓલિવિરાએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓએ લાયન્સ ક્લબની Karnavati મિડિયા કલબની સ્થાપના કરવાનું સૂચન કર્યુ હતું, જેને ગુજરાત & india na લાયન્સ કલબના વિઝનરી લીડર અને પૂર્વ ઈન્ટરનેશનલ ડાયરેકટર પ્રવિણ છાજડે સ્વીકારી લાયન્સ કલબનાં ભૂતપૂર્વ ડીસ્ટ્રીક્ટ ગવર્નર ડો યોગેશ દવેને ગુજરાત મિડિયા કલબની સ્થાપના કરવાની જવાબદારી સોંપી હતી.

લાયન્સ કલબનાં ભૂતપૂર્વ ડીસ્ટ્રીક્ટ ગવર્નર ડો. યોગેશ દવે અને મલ્ટીપલ કાઉન્સીલ ચેરમેન સુનીલ ગુગલીયાએ સુર્યકાલ દૈનિકના નવયુવાન પત્રકાર કૃણાલ રાવલના પ્રમુખપદે ગુજરાત મિડિયા કલબની સ્થાપના કરી હતી. કૃણાલ રાવલના પ્રમુખપદે સ્થાપયેલી ગુજરાત લાયન્સ મિડિયા કલબમાં જયસુખ સિયાની (દુરદર્શન)
ઉદય પટેલ  (રાજસ્થાન પત્રિકા) , મનીષ શાહ (ગુજરાત ટુડે), જયેશ વાઘેલા (વેસ્ટર્ન ટાઈમ્સ), હર્ષિલ જાની (જનસત્તા-લોકસત્તા), પરાગ દવે,  અશ્વિન લિંબાચીયા-ભારત મીરર, માનવ મહેતા-દિવ્યાંગ ન્યુઝ, ચેતન રાજપૂત-ન્યાય દર્શન, વિક્રમ જોગસન-સંબંધ, અશોક રાઠોડ-માનવમિત્ર અને જીજ્ઞેશ ઠાકર જોડાયા હતા.

આ અદભૂત વૃદ્ધિ લાયન્સના સભ્યોની સમર્પણ અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે. વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ જેમાં 1.4 મિલિયનથી વધુ લિયો અને લાયન સભ્યો છે. સમાજસેવા અને સભ્યત્વ વૃદ્ધિમાં ગુજરાત હંમેશા અગ્રેસર છે, જે અડગ સમર્પણ અને સેવાના સમુદાયની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ડૉ. યોગેશ દવેનું સન્માન ઇન્ટરનેશનલ પ્રેસિડેન્શિયલ મેડલ દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.