Western Times News

Gujarati News

કેનેડાની કોલેજોને ફટકો: ભારતીય વિદ્યાર્થીઓ ઘટતાં પગારના ફાંફા

(એજન્સી)ઓટાવા, કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે રોજગારી અને હાઉસિંગની અછત સર્જાઈ રહી હોવાના કારણે સરકાર પર તેને નિયંત્રણમાં લાવવાનું દબાણ ઊભું થયું હતું. જેના કારણે કેનેડાએ આ વર્ષની શરૂઆતમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પરમિટ જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને ઈન્ટેરનેશનલ સ્ટુડન્ટ્‌સ પર મર્યાદા લાદી હતી. જોકે, સરકારના આ પગલાથી યુનિવર્સિટીઓ અને કોલેજોની ઊંઘ ઊડી ગઈ છે.

કારણ કે સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ગંભીર બજેટ કાપની ચિંતા ઊભી થઈ છે. કેનેડિયન સરકાર દ્વારા સ્ટડી પરમિટ આપવામાં આવતી હોય છે જે કેનેડાની ડેઝિગ્નેટેડ લ‹નગ ઈÂન્સ્ટટ્યુશન્સ એટલે કે ડીએલઆઈમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ માટે મહત્વની હોય છે.
કેનેડામાં આવતા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સમાં સૌથી વધુ સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની હતી.

ગત વર્ષે કેનેડામાં જેટલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ આવ્યા હતા તેમાંથી સૌથી વધુ ૩૭ ટકા સ્ટુડન્ટ્‌સ ભારતીય હતા. આ વર્ષે સ્ટડી પરમિટ પર મૂકવામાં આવેલા કાપના કારણે કેનેડામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સની સંખ્યામાં નાટ્યાત્મક ઘટાડો થયો છે. જેને ફેકલ્ટીના સભ્યો એનરોલમેન્ટમાં અચાકન અને વધુ પડતાં ઘટાડાથી ઊભી થયેલી કટોકટી ગણાવે છે.

લાંગરા કોલેજના પ્રમુખ પૌલા બર્ન્સે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વખતે ૨૦૨૫ના Âસ્પ્રંગ ઈન્ટેકમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સની અરજીઓમાં ૭૯ ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. તેમણે ઈન્સ્ટ્રક્ટર્સને મોકલેલા એક ગ્રુપ ઈમેઈલમાં લખ્યું છે કે, ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સની સંખ્યામાં આવા તીવ્ર ઘટાડાના કારણે ફેકલ્ટી મેમ્બર્સના પગાર, લાભો અને જોબની સ્થિરતાને અસર થઈ શકે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.