માલવિકાને ‘થંગલમ’ના શૂટ પછી ૫ ડોક્ટરને મળવું પડ્યું
મુંબઈ, માલવિકા મોહનન સાઉથ ઇન્ડિયન લેન્ગેવેજીસની ઘણી ફિલ્મો માટેની જાણીતી અભિનેત્રી છે. તેમજ તે મલયાલી ફિલ્મોના સિનેમેટોગ્રાફર કે યૂ મોહનની દિકરી છે. તે હવે પીએ રણજીથની ફીલ્મ ‘થંગલમ’માં આવી રહી છે.
આ ફિલ્મના પ્રમોશન વખતે તેણે જણાવ્યું છે કે, ‘થંગલમ’ ફિલ્મનાં કોલારના શૂટ પછી તેને પાંચ ડોક્ટરની મુલાકાત લેવી પડી હતી. તેણે જણાવ્યું,“કોલારમાં શૂટિંગ બહુ જ લાંબુ અને હેક્ટિક હતું, એ પૂરૂં કર્યા પછી મારે કમ સે કમ પાંચ ડોક્ટરને મળવું પડ્યું હતું, જેમાં એક ચામડીના અને એક આંખના ડોક્ટરનો પણ સમાવેશ થાય છે.
હકીકત એવી છે કે મારે મેક અપ માટે દરરોજના ચારથી પાંચ કલાક બેસવું પડતું હતું. તેમાં મારા બાડીનો મેકઅપ થતો, મારા શરીર પર ટેટુ બનતાં, કોસ્ચ્યુમ અને વિગ પેહરવી પડતી હતી. આ બધામાં તમારા ચહેરા પર બહુ જ વધારે પડતો મેક અપ લગાવાય છે અને તે ચહેરા પર લગભગ દસ કલાક સુધી રહે છે. મને બધે જ ઉઝરડાં પડી ગયાં હતાં.
એ સિવાય અમે લગભગ આખો દિવસ ખુલ્લામાં અને સૂર્યના તાપમાં શૂટ કરતાં હતાં. કોઈ છત્રીનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. એ વખતે અમને આવું બધું વિચારવાનો સમય પણ મળતો નહોતો. પછી તમે જેવા રૂમ પર પાછા આવો છો તો તમે તમારી જાતને જોયો કરો છો અને શરીર અને ચહેરા પરે અહીં અને ત્યાં દાઝેલાં અને વાગેલાં નિશાન જુઓ છો.”
બીજા એક ઇન્ટરવ્યૂમાં તેણે પીએ રણજીથ સાથેના અનુભવો વિશે કહ્યું,“એક સીનમાં ભેંસ સાથે શૂટ કરવાનું હતું. હું શૂટ માટે તૈયાર થતી હતી અને મેં આ ભેંસ જોઈ. રણજીથ સરે મને પૂછ્યું મને એ ગમી કે નહીં. જ્યારે મેં હકારમાં જવાબ આપ્યો તો એમણે મને એની પાસે જઇને એના પર બેસી જવા કહ્યું. મને લાગ્યું એ મજાક કરે છે પણ એમણે ફરી એવું કરવા કહ્યું. મેં એમને કહ્યું કે, હું ભેંસ પર ક્યારેય બેઠી નથી.
અંતે, હું ગઈ અને તેના પર બેઠી. એમણે મને પહેલાંથી આ સીન વિશે ન કહ્યું, તેથી હું થોડી ગભરાઈ ગઈ હતી.” ‘થંગલમ’માં માલવિકા મોહનન ઉપરાંત વિક્રમ, પાર્વથી, થિરુવોથુ જેવા કલાકારો પણ છે, જે ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે.SS1MS