રણબીર કપુરને રીલેક્સ રાખવા ટોન ડાઉન કર્યો
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટને બોલિવૂડના પરફેક્ટ કપલ માનવામાં આવે છે. દીકરી રાહાના જન્મ બાદ બંને વચ્ચેની નિકટતા વધી રહી છે ત્યારે રણબીરે પોતાના જીવનમાં આલિયાના યોગદાન વિષે વાત કરી હતી. રણબીરે જણાવ્યુ હતું કે, લગ્ન પછી આલિયાએ તેના માટે ઘણાં ફેરફાર કર્યા છે.
ખાસ કરીને આલિયાએ પોતાનો ‘લાઉડ ટોન’ નીચો કરી દીધો છે. નિખિલ કામથના રણબીરે યુ ટ્યૂબ પોડકાસ્ટ પર વાત કરતાં રણબીરે જણાવ્યું હતું કે, લગ્ન પહેલાં આલિયાને ખૂબ ઊંચા અવાજે વાત કરવાની આદત હતી. પિતાને ઊંચા અવાજમાં વાત કરતાં સાંભળીને જ હું મોટો થયો હતો.
મને લાગતુ હતું કે, તેમનો ઊંચો અવાજ સાંભળી મને આંચકો લાગતો અને ડિસ્ટર્બ થઈ જતો. તેથી તેણે પોતાના ઊંચા અવાજમાં ફેરફાર માટે પ્રયત્ન કર્યાે. ૩૦ વર્ષ સુધી એક રીતે જીવવાની ટેવ પડી હોય અને પછી તેમાં ફેરફાર કરવાનો આવે તો તે સહેલું નથી.
રાહા અચાનક પડી જાય તો તેનો અવાજ આપોઆપ ઊંચો થઈ જતો. આ રીએક્શન જોઈ હું ડઘાઈ જતો હતો. તેથી તે મને રીલેક્સ રાખવા માટે તે પોતાના વર્તનમાં ફેરફાર કરી રહી છે.
મને નથી લાગતું કે તેને સહજ રાખવા માટે મેં આ પ્રકારનું કોઈ કામ કર્યું હોય. ઊંચો અવાજ સાંભળીને અસહજ થઈ જવાનું રીએક્શન રણબીર માટે કુદરતી છે અને તેના મૂળ બાળપણમાં રહેલાં છે. રણબીરે જણાવ્યુ હતું કે, માતા-પિતા વચ્ચે વચ્ચે ખૂબ ઝઘડા થતાં હતા.
ઘરની સીડી પર બેસીને તે આ ઝઘડા સાંભળતો હતો. તેમને ઊંચા અવાજે ઝઘડત જોઈને હું ગભરાઈ જતો હતો. મારું મોટાભાગનું બાળપણ સીડી પર બેસીને જ વીત્યુ હતું. રણબીરને તેના પિતા હંમેશા ગુસ્સાવાળા લાગ્યા હતા. તેઓ ખરાબ ન હતા, પરંતુ રણબીરને તેમની ખૂબ બીક લાગતી હતી. તેથી રણબીરે ક્યારેય તેમની આંખનો રંગ પણ જોયો ન હતો. પિતા ઋષિ કપૂરનો ગુસ્સો ગમે ત્યારે ફાટી નીકળતો હતો.
આ અંગે રણબીરે કહ્યું કે, તેઓ ક્યારેય અમારા પર ગુસ્સો ન હતા કરતા અને હાથ પણ ઉપાડ્યો ન હતો. પણ તેમનો સ્વભાવ જ ખૂબ ગુસ્સાવાળો હતો અને તેમની બીક લાગતી હતી. પિતા ઋષિ કપૂરને કેન્સરનું નિદાન થયાં પછી માતા નીતુ કપૂર તેમની વધારે કાળજી રાખતી હતી અને માતા-પિતા વચ્ચેના ઝઘડા બંધ થયા હતા. રણબીરનું માનવું છે કે, ઋષિ કપૂરની પેઢીના લોકો પોતાનો પ્રેમ ખુલીને વ્યક્ત કરતા ન હતા, પરંતુ તેઓ પરિવારને ખૂબ ચાહતા હતા.SS1MS