વાર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ Q1-FY2025 ગાળામાં રૂ. 489.68 મિલિયનની આવક નોંધાવી
વાર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 489.68 મિલિયનની આવક નોંધાવી, વાર્ષિક ધોરણે 29.23 ટકા વૃદ્ધિ હાંસલ કરી
વડોદરા, 30 જુલાઈ, 2024 – ‘જોય ઇ-બાઇક’ અને ‘જોય ઇ-રિક’ બ્રાન્ડ હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના અગ્રણી ઉત્પાદકોમાંની એક વાર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે આજે નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન 2024) માટે તેના નાણાંકીય પરિણામોની જાહેરાત કરી હતી.
Standalone Q1 FY25 Key Financials at a Glance
Particulars (₹ Millions) | Q1 FY25 | Q1 FY24 | YoY Change |
Total Revenues | 489.68 | 378.93 | 29.23% |
EBITDA | 76.48 | 47.76 | 60.13% |
EBITDA (%) | 15.62 | 12.60 | 302 Bps |
PAT | 24.15 | 17.51 | 37.92% |
PAT (%) | 4.93 | 4.62 | 31 Bps |
EPS (₹) | 0.09 | 0.07 | 28.57% |
Consolidated Q1 FY25 Key Financials at a Glance
Particulars (₹ Lakhs) |
Q1 FY25 | Q1 FY24 | YoY Change |
Total Revenues | 514.43 | 378.83 | 35.79% |
EBITDA | 74.89 | 45.17 | 65.80% |
EBITDA (%) | 14.56 | 11.92 | 264 Bps |
PAT | 23.02 | 15.64 | 47.19% |
PAT (%) | 4.47 | 4.13 | 34 Bps |
EPS (₹) | 0.09 | 0.06 | 50.00% |
નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરી પર ટિપ્પણી કરતા, વાર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી યતિન ગુપ્તેએ જણાવ્યું હતું કે, “નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો ઉદ્યોગમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગને કારણે વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ માટે સતત વૃદ્ધિ દર્શાવે છે. આ ત્રિમાસિક ગાળો અમારા માટે મહત્વપૂર્ણ હતો કારણ કે અમે ફિલિપાઈન્સમાં બેઉલાહ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી સફળતાપૂર્વક નોંધપાત્ર ઓર્ડર મેળવ્યો હતો, જે વધતી વૈશ્વિક માંગ અને અમારી સ્વદેશી ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સ પરના વિશ્વાસને દર્શાવે છે. અમે ભારતમાં નવા બજારોમાં અમારી પહોંચને સક્રિયપણે વિસ્તારી રહ્યા છીએ અને વ્યાપક ગ્રાહક આધાર સાથે જોડાઈ રહ્યા છીએ. જેમ જેમ તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે અમે ઇવી ઉદ્યોગમાં અમારી સ્થિતિને વધુ મજબૂત કરવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. લિથિયમ સહિતની રેર અર્થ મેટલ્સ જેવા મહત્વના મટિરિયલ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં સંપૂર્ણ મુક્તિ આપવાની જાહેરાત સાથે સરકારનું પ્રગતિશીલ અને ભવિષ્યલક્ષી કેન્દ્રીય બજેટ 2024-25, ઇલેક્ટ્રિક મોબિલિટીને વધુ પ્રોત્સાહન આપી શકે છે. વાર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ ટકાઉ ગતિશીલતા ઉકેલો લાવવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને હરિયાળા, વધુ જોડાયેલ વિશ્વમાં યોગદાન આપવા માટે સમર્પિત છે.”
પહેલા ત્રિમાસિક ગાળામાં મહત્વની ગતિવિધિ સાથે વાર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે બેઉલાહ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટટ કોર્પોરેશન તરફથી 1.29 અબજ યુએસ ડોલરના મૂલ્યનો નોંધપાત્ર ઓર્ડર મેળવ્યો છે. ફિલિપાઇન્સની અગ્રણી ફુલ-સર્વિસ બિઝનેસ ઇન્ટિગ્રેશન કંપની અને ઇપીસી ફર્મ બેઉલાહ ઇન્ટરનેશનલને આરપી કનેક્ટનું સમર્થન છે. આ વ્યૂહાત્મક ઓર્ડરમાં વાર્ડવિઝાર્ડના વર્તમાન પ્રોડક્ટ પોર્ટફોલિયોથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સની ડિલિવરીનો સમાવેશ થશે. આ ઉપરાંત, કંપની ફિલિપાઇન્સ માર્કેટમાં કોમર્શિયલ વ્હીકલ એપ્લિકેશન્સ માટે ફોર-વ્હીલર્સ વિકસાવશે અને સપ્લાય કરશે.