સલમાન-કાર્તિકની ફિલ્મ ટલ્લે ચડી, કરણ જોહરે પ્લાન પોસ્ટપોન કર્યો
મુંબઈ, કાર્તિક આર્યને ૨૦૨૩માં જાહેરાત કરી હતી કે તો કરણ જોહર અને એકતા કપૂર સાથે પહેલી વખત એપિક ‘વોર’ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.
આ જાહેરાતથી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા અને વાતો થઈ હતી કારણ કે ‘દોસ્તાના’ના શૂટિંગ વખતે કરણ અને કાર્તિક વચ્ચે ખટરાગ બાદ બંને વચ્ચે પેચ અપનો આ સંકેત હતો. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થવાનું હતું. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે, કરણ જોહરે કાર્તિક સાથેની તેની બીજી ફિલ્મ પણ અટકાવી દીધી છે.
એક સૂત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે,“યુદ્ધ આધારિત દેશભક્તિ ફિલ્મોનો હાલ ઓવરડોઝ થઈ ગયો છે. કરણ જોહરે સિદ્ધાર્થ મલહોત્રાને લીડ રોલમાં રાખીને બનાવેલી ફિલ્મ યોદ્ધા ફ્લોપ રહી હતી. તે પછી કરણે માર્કેટના ટ્રેન્ડ તપાસ્યા હતા અને ઓડિયન્સની માનસિકતા ઉકેલવા પ્રયાસ કર્યાે હતો. જેના આધારે તેણે સંદીપ મોદી અને કાર્તિક આર્યનની આ ફિલ્મને હોલ્ડ પર મુકી દીધી છે.”
આમ આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર કરણે કાર્તિક આર્યનની ફિલ્મને ફરી ટલ્લે ચડાવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વાત અહીં જ અટકતી નથી. કરણ જોહરે વધુ એક ફિલ્મ અટકાવી દીધી હોવાના રિપોટ્ર્સ પણ છે. બધાં જ જાણે છે કે કરણ જોહર સલમાન ખાન સાથે પહેલી વખત ફિલ્મ બનાવી રહ્યો છે, જેનું ટાઈટલ ‘બુલ’ છે.
આ ફિલ્મને વિષ્ણુ વર્ધન ડિરેક્ટ કરવાના હતા. હવે આ ફિલ્મ પણ હમણા શરૂ થાય તેવા કોઈ અણસાર નથી. સૂત્રોના જણાવ્યા મુજબ,“કરણ જોહર અને સલમાન ખાન બંને ભવિષ્યમાં કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરવાના ઇરાદા સાથે આગળ વધી ચૂક્યા છે.”
સલમાને પણ ‘બુલ’ની આશા છોડી દીધી છે. હવે કરણ ધર્મા પ્રોડક્શન્સ માટે ૨૦૨૫ અને ૨૦૨૬માં રિલીઝ કરવા માટે નવા પ્રોજેક્ટ લાઇન અપ કરવાનાં કામે લાગી ગયો છે.SS1MS