Western Times News

Gujarati News

હોલિવૂડ એક્ટ્રેસ જેનિફર એનિસ્ટન ઉપર હુમલો!

મુંબઈ, હોલીવુડ અભિનેત્રી અને ‘ફ્રેન્ડ્‌સ’ ફેમ જેનિફર એનિસ્ટન આ દિવસોમાં તેની આગામી સીરિઝ ‘ધ મો‹નગ શો’ માટે શૂટિંગ કરી રહી છે. રવિવારે મેનહટનમાં શૂટિંગ દરમિયાન તે ઓઈલમાં ભીંજાયેલી જોવા મળી. આ દરમિયાન તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી.

કારણ કે તેના બધા કપડા ખરાબ થઈ ગયા હતા. આ સમય દરમિયાન તેની તસવીર વાયરલ થઈ રહી છે. જેનિફર એનિસ્ટનને આ હાલતમાં જોયા બાદ તેના ફેન્સ ચિંતિત થઈ ગયા હતા.

પરંતુ અમે તમને જણાવી દઈએ કે જેનિફર એનિસ્ટન જે સીન માટે શૂટિંગ કરી રહી હતી, તેમાં તેના પાત્ર એલેક્સને વિરોધીઓએ ઘેરી લીધો હતો અને તેના પર ઓઈલ ફેંકવામાં આવ્યું હતું. અભિનેત્રી મેનહટનમાં ‘ધ મો‹નગ શો’ સિરીઝની અંતિમ સીઝન માટે શૂટિંગ કરી રહી છે.

આ સીન તેમના શૂટનો એક ભાગ હતો. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, જેનિફર તેના મોબાઈલથી વીડિયો શૂટ કરી રહી હતી ત્યારે અચાનક કોઈએ તેના પર ગ્રીસ જેવું કાળું અને ચીકણું ઓઈલ ફેંક્યું. દર્શકો તેની આગામી સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘

ધ મો‹નગ શો’ની ગત સિઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. તેણે અનેક એમી નોમિનેશન મેળવ્યા છે. જેનિફર એનિસ્ટન અને રીસ વિધરસ્પૂન માટે ડ્રામા સિરીઝમાં ઉત્કૃષ્ટ ડ્રામા સિરીઝ અને મુખ્ય અભિનેત્રી સામેલ છે. ‘ધ મો‹નગ શો’ એક કાલ્પનિક સવારના સમાચાર કાર્યક્રમની પડદા પાછળની દુનિયામાં સેટ છે. જેનિફર એનિસ્ટને તેના શોને ૧૬ એમી નોમિનેશન મળ્યા પછી તેણીનો આભાર વ્યક્ત કર્યાે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.