કેન્દ્રએ આપેલી ચેતવણી કેરળે અવગણતા દુર્ઘટના ઘટી
ભારતમાં, સરકારે રૂ. ૨૦૦૦ કરોડની કિંમતની અર્લી વોર્નિગ સિસ્ટમ વિકસાવામાં આવી છે.
ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં આપેલી માહિતી -કેન્દ્રએ ૨૩ જુલાઈએ એનડીઆરએફની ૯ ટીમો કેરળ મોકલી હતી
નવી દિલ્હી, કેરળના વાયનાડમાં સર્જાયેલી કરૂણાંતિકામાં મૃત્યુ આંક ર૪૩ પર પહોચી ગયો છે અને હજુ પણ ર૦૦ જેટલી વ્યક્તિઓ લાપત્તા હોવાનું જણાવાયું છે. હાલમાં અસરગ્રસ્ત નષ્ટ થયેલા ચારેય ગામોમાં ભારતીય લશ્કર અને એનડીઆરએફના જવાનો દ્વારા પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
ત્યારે બીજી બાજુ આજે સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કેરળ સરકારને એક સપ્તાહ પહેલા ભારે વરસાદ અને સતર્ક રહેવા માટે ચેતવણી આપી હતી પરંતુ કેરળ સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ છે. હાલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને કેરળમાં આ દુર્ઘટના બાદ શાળા-કોલેજો આજે બંધ હતી અને પરીક્ષાઓ પણ મોકુફ રાખવામાં આવી હતી.
Waynad is in danger pic.twitter.com/AeCAKEUD6N
— Dinesh💥❤️🔥 (@SmartyVlogs) July 30, 2024
હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી સાવચેતીના પગલાં ભરવામાં આવી રહયા છે. સ્થાનિક નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળ સરકારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.
કેરળના વાયનાડમાં આવેલા વિનાશમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો બેઘર બન્યા છે અને અનેક ગામો પાણીમાં ડૂબી ગયા છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાયનાડમાં ભૂસ્ખલન અંગે રાજ્યસભામાં સંબોધન કર્યું છે. અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારે કેરળ સરકારને ભૂસ્ખલન અંગે વહેલી ચેતવણી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જણાવ્યું કે, વાયનાડ અકસ્માત અંગે મોદી સરકારે શું પગલાં લીધાં છે. ત્યારે અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ૨૩ જુલાઈએ દ્ગડ્ઢઇહ્લની ૯ ટીમો કેરળ મોકલી હતી.
તેમજ વાયનાડ દુર્ઘટનાને લઈને કેરળ સરકારને ૨૩ જુલાઈએ અર્લી વો‹નગ સિસ્ટમ દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ હતું. અમિત શાહે કહ્યું કે જો અર્લી વો‹નગ સિસ્ટમ ક્યાંક છે તો તે ભારતમાં છે. તેનો અંદાજ ૭ દિવસ અગાઉ આપવામાં આવે છે. માત્ર ૪ દેશો પાસે જ આ સિસ્ટમ છે, ભારત પણ તેમાં સામેલ છે.
વાયનાડ દુર્ઘટના પર અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, દેશમાં એવી ઘણી રાજ્ય સરકારો છે જેણે અર્લી વો‹નગ સિસ્ટમ પર કામ કર્યું છે અને અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. ગુજરાતને ત્રણ દિવસ પહેલા એલર્ટ કરવામાં આવ્યું હતું, ત્યાં એક પણ પશુનું મૃત્યુ થયું નથી. ઓડિશા સરકારે પણ અમારી ચેતવણીનો સ્વીકારી હતી. જેના કારણે ત્યાં એક જ વ્યક્તિનું મૃત્યુ થયું હતું,
તે પણ ભૂલના કારણે. ભારતમાં, સરકારે રૂ. ૨૦૦૦ કરોડની કિંમતની અર્લી વોર્નિગ સિસ્ટમ વિકસાવામાં આવી છે. વિશ્વના માત્ર ચાર દેશોમાં આ સિસ્ટમ છે. અમારી પાસે વિજળી પડવાને લઈને પણ એલર્ટ છે, જેની એલર્ટ ડીએમને જાય છે. આ સમય કેરળ અને વાયનડના લોકો સાથે ઉભો રહેવાનો છે.
અમિત શાહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે પિનરાઈ વિજયનની આગેવાની હેઠળની કેરળ સરકારને વાયનાડમાં ભૂસ્ખલનના એક અઠવાડિયા પહેલા કેન્દ્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, ભારે વરસાદની આગાહી કર્યા પછી કેન્દ્રએ નવ એનડીઆરએફ ટીમો કેરળમાં મોકલી હતી. કેરળ સરકારે સમયસર લોકોને બહાર કાઢ્યા ન હતા.
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ચારે બાજુ બસ તબાહી જ તબાહીનો મંજર છે.
કુદરતી આફતથી અત્યાર સુધીમાં ૧૫૧ લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદથી અત્યાર સુધીમાં ૪૮૧ લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. ૯૮ લોકો હજુ પણ ગૂમ છે. જેઓ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. વાયનાડમાં લેન્ડસ્લાઈડ બાદ ભારતીય સેના, ભારતીય વાયુસેના અને એનડીઆરએફના જવાનો દેવદૂત બનેલા છે અને સતત કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવામાં માટે રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યા છે.
વાયનાડમાં હજુ પણ અટકી અટકીને વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં સમસ્યા આવે છે. સેના હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને સતત પહોંચાડવાની કોશિશ કરે છે. ઓપરેશન માટે લગભગ ૨૨૫ લોકોને તૈનાત કરાયા છે. જેમને ચાર ટુકડીમાં વહેંચવામાં આવ્યા છે.
ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને તમને હવાઈ માર્ગથી મોકલવામાં આવે છે. વાયુસેનાના ખાસ વિમાનથી ઘટનાસ્થળે રાહત સામગ્રી પહોંચાડાઈ છે. ૪૮૧ લોકોને બચાવ્યા છે, જ્યારે ૩૦૬૯ લોકોને સુરક્ષિત ઠેકાણે પહોંચાડ્યા છે. ૯૮ લોકો હજુ ગૂમ છે. જેઓ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે.