Western Times News

Gujarati News

ઈઝરાયેલે બદલો લીધો-કેવી રીતે તહેરાનમાં ઘુસી હમાસના વડાની કરી હત્યા?

ઈસ્માઈલ હાનિયા ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

જેરૂસલેમ, ઈઝરાયેલે ૭ ઓક્ટોબરનો બદલો પૂરો કરીને હમાસ ચીફને મારી નાખ્યો છે. હમાસે ખુદ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી છે. Israel killed the leader of Hamas, Ismail Haniyeh

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સએ એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે હુમલો તેહરાનમાં હાનિયાના ઠેકાણાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જેમાં હમાસના વડા તેમજ એક અંગરક્ષક માર્યા ગયા હતા.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે આ હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં માર્યા ગયાના એક દિવસ પહેલા મંગળવારે ઈસ્માઈલ હાનિયા ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વાેચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની સાથે પણ મુલાકાત કરી હતી.

તાજેતરમાં (એપ્રિલ ૨૦૨૪), હાનિયાના ત્રણ પુત્રોને પણ ઇઝરાયલી સુરક્ષા દળોએ માર્યા હતા. ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં હાનિયાના ત્રણ પુત્રોને મારી નાખ્યા હતા. ઈઝરાયેલની સેનાએ જણાવ્યું હતું કે હાનિયાના ત્રણ પુત્રો આમિર, હાઝેમ અને મોહમ્મદ ગાઝામાં આતંકવાદી ગતિવિધિઓ કરવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ત્રણેય હવાઈ હુમલામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૭ ઓક્ટોબર ૨૦૨૩થી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારબાદ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યાે, જેમાં ૧૨૦૦ લોકો માર્યા ગયા.

Saudi media reported that Haniyeh was killed in his bedroom by a precision-guided missile at 2AM local time in Tehran. Haniyeh had come to Iran from Qatar for the inauguration of Iran’s new President Masoud Pezeshkian.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.