TVS SACની નફાની ગતિ ચાલુ છે; Q1 ગાળામાં કર પછીનો નફો રૂ. 7.5 કરોડ
~ આવકમાં બે આંકડાની વૃદ્ધિ સાથે કર પહેલાંનો નફો સતત ચોથા ત્રિમાસમાં સુધરી રૂ. 13.7 કરોડ થયો
~ એકીકૃત આવકમાં 10.9% (વર્ષ દર વર્ષે) વધારો થયો
~ ISCS સેગમેન્ટની આવકમાં 8.1% (વર્ષ દર વર્ષે) અને NS સેગમેન્ટની આવકમાં 14.8% (વર્ષ દર વર્ષે) વૃદ્ધિ થઈ
ચેન્નાઈ, 30મી જુલાઈ 2024: સપ્લાય ચેઈન સોલ્યુશન્સના વૈશ્વિક પ્રદાતા અને ભારતમાં સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા ઈન્ટિગ્રેટેડ સપ્લાય ચેઈન સોલ્યુશન્સના પ્રદાતા, TVS સપ્લાય ચેઈન સોલ્યુશન્સ લિમિટેડે (NSE: TVSSCS, BOM: 543965) આજે 30મી જૂન 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના એકીકૃત અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ તેના નફાની ગતિ ચાલુ રાખી અને Q1 નાણાકીય વર્ષ 25 માં રૂ. 7.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જ્યારે Q1 નાણાકીય વર્ષ 24 માં રૂ. 51.2 કરોડની ખોટ થઈ.તેની એકીકૃત આવક Q1 નાણાકીય વર્ષ 24 માં રૂ. 2,288.9 કરોડની સામે 10.9% વધીને રૂ. 2,539.4 કરોડ થઈ છે. TVS SCS profit momentum continues; Q1 PAT at Rs. 7.5 Cr
એકીકૃત નાણાકીય કામગીરીના સારાંશ સાથે બે ઓપરેટિંગ સેગમેન્ટ્સ, એટલે કે, ઈન્ટીગ્રેટેડ સપ્લાય ચેઈન સોલ્યુશન્સ (“ISCS”) સેગમેન્ટ અને નેટવર્ક સોલ્યુશન્સ (“NS”) સેગમેન્ટની નાણાકીય કામગીરીનો સારાંશ આપવામાં આવ્યો છે.
ઇન્ટિગ્રેટેડ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ (“ISCS”) સેગમેન્ટ:
ઇન્ટિગ્રેટેડ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ (“ISCS”) (રકમ રૂ. કરોડમાં) | નાણાકીય વર્ષ 25 Q1 | નાણાકીય વર્ષ 24 Q4 | નાણાકીય વર્ષ 24 Q1 | ત્રિમાસ દર ત્રિમાસ
Q1 |
વૃદ્ધિ
વર્ષ દર વર્ષે વૃદ્ધિ Q1 |
|
ISCS – સેગમેન્ટની આવક | 1,425.9 | 1,379.5 | 1,318.9 | 3.4% | 8.1% | |
ISCS – સમાયોજિત EBITDA | 138.2 | 133.1 | 139.8 | 3.9% | (1.1%) | |
ISCS – સમાયોજિત EBITDA માર્જિન % | 9.7% | 9.6% | 10.6% |
- ISCSસેગમેન્ટે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.1,318.9 કરોડની સરખામણીએ રૂ. 1,425.9 કરોડની ત્રિમાસિક આવક પોસ્ટ કરી, વર્ષ દર વર્ષે 8.1% વૃદ્ધિ સાથે તેની વૃદ્ધિનો માર્ગ ચાલુ રાખ્યો. આ વૃદ્ધિનું કારણ હતું નવા ગ્રાહકો, એનસર્કલમેન્ટ (હાલના ગ્રાહકો સાથે વધારાના વોલેટ શેર) અને વિવિધ પ્રકારના ગ્રાહકો.
નેટવર્ક સોલ્યુશન્સ (“NS”) સેગમેન્ટ:
નેટવર્ક સોલ્યુશન્સ (“NS”) સેગમેન્ટ: (રકમ રૂ. કરોડમાં) | નાણાકીય વર્ષ 25 Q1 | નાણાકીય વર્ષ 24 Q4 | નાણાકીય વર્ષ 24 Q1 | ત્રિમાસ દર ત્રિમાસ
Q1 |
વૃદ્ધિ
વર્ષ દર વર્ષે વૃદ્ધિ Q1 |
NS – સેગમેન્ટની આવક | 1,113.5 | 1,046.8 | 970.0 | 6.4% | 14.8% |
NS – સમાયોજિત EBITDA | 49.8 | 47.0 | 45.1 | 5.9% | 10.6% |
NS – સમાયોજિત EBITDA માર્જિન % | 4.5% | 4.5% | 4.6% |
NS સેગમેન્ટે રૂ. 1,113.5 કરોડની ત્રિમાસિક આવક નોંધાવી હતી, જે અગાઉના વર્ષના સમાન ત્રિમાસમાં રૂ. 970.0 કરોડની સરખામણીએ વાર્ષિક ધોરણે 14.8% વૃદ્ધિ દર્શાવે છે. દરિયાઈ નૂરના વ્યવસાયની માત્રામાં વધારો થવાને કારણે વૃદ્ધિ થઈ હતી.
એકીકૃત નાણાકીય કામગીરીનો સારાંશ:
રૂ. કરોડમાં | Q1 નાણાકીય વર્ષ25 | Q4 નાણાકીય વર્ષ24 | Q1 નાણાકીય વર્ષ24 | ત્રિમાસ દર ત્રિમાસ
|
વૃદ્ધિ
વર્ષ દર વર્ષે વૃદ્ધિ
|
કામગીરીમાંથી આવક | 2,539.4 | 2,426.3 | 2,288.9 | 4.7% | 10.9% |
સમાયોજિત EBITDA | 184.5 | 174.5 | 186.3 | 5.7% | (1.0%) |
સમાયોજિત EBITDA માર્જિન % | 7.3% | 7.2% | 8.1% | ||
અસાધારણ વસ્તુઓ માટે કર પહેલાનો નફો | 13.7 | 5.0 | (10.7) | ||
કર પહેલાનો નફો | 7.5 | 5.4 | (51.2) |
Q1 નાણાકીય વર્ષ 25 માટે, એકીકૃત ધોરણે, આવક રૂ. 2,288.9 કરોડની સામે રૂ. 2,539.4 કરોડ હતી. ગયા વર્ષના સમાન ત્રિમાસમાં વાર્ષિક ધોરણે 10.9% વૃદ્ધિ દર્શાવે છે. ISCS સેગમેન્ટમાં સતત વૃદ્ધિની ગતિ અને NS સેગમેન્ટમાં સુધરેલી મેક્રોરિયો-આર્થિક પરિસ્થિતિએ આ ટોપલાઇન વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી.
Q1 નાણાકીય વર્ષ 25 ની કામગીરી પર ટિપ્પણી કરતા, શ્રી રવિ વિશ્વનાથને, મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “અમારા ISCS અને NS બંને સેગમેન્ટમાં ટોપલાઇન વૃદ્ધિના કારણે અમારું પ્રથમ ત્રિમાસ ખુબ મજબૂત હતું. ISCS સેગમેન્ટ, NS સેગમેન્ટમાં માત્રામાં નોંધપાત્ર સુધારાઓ દ્વારા સમર્થિત અમારા પ્રદર્શનનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખે છે. અમારા ગ્રાહકો અમારી સપ્લાય ચેઇન ટ્રાન્સફોર્મેશનની ક્ષમતાઓ, ટેક-લેડ સોલ્યુશન્સ અને AI-સંચાલિત સોલ્યુશન્સ સ્થાપિત કરવાની ક્ષમતાને ઓળખે છે જેના પરિણામે અમને વધુ નફો મળે છે.”
તેઓએ વધુમાં જણાવ્યું, “અમે તાજેતરના બજેટની જાહેરાતને પગલે ભારતમાં નોંધપાત્ર વૃદ્ધિની તક જોઈ રહ્યા છીએ, જેમાં ઉત્પાદન ક્ષેત્રમાં ખુબ વધારે ભાર આપવામાં આવ્યું છે. એવી અપેક્ષા છે કે આ વિકાસ TVS SCS જેવી સપ્લાય ચેઇન પ્લેયર માટે વધુ આઉટસોર્સિંગ તકો ઉપલબ્ધ કરાવશે.”
Q1 પરિણામો પર ટિપ્પણી કરતા, શ્રી રવિ પ્રકાશ ભગવથુલા, ગ્લોબલ સીએફઓએ જણાવ્યું હતું કે, “પ્રોસેસ ઓટોમેશન અને ઉત્પાદકતાની પહેલમાં રોકાણથી ઓપરેટિંગ માર્જિનમાં સુધારો થયો છે. ઋણના અસરકારક વ્યવસ્થાપન સાથે આના કારણે છેલ્લા ચાર ત્રિમાસિકમાં PBT માં સુધારો થયો છે. ઓપરેશનલ કાર્યક્ષમતા પરના અમારા ધ્યાન સાથે અમારા ઓર્ડરની મજબૂત પાઇપલાઇન અમને આગામી ત્રિમાસિકમાં આ વૃદ્ધિની ગતિને ટકાવી રાખવાનો વિશ્વાસ આપે છે.”
ત્રિમાસ દરમિયાન, કંપનીએ ભારત અને સિંગાપોર બંનેમાં કોમર્શિયલ વ્હિકલના ક્ષેત્રમાં વૈશ્વિક OEM સાથેની ભાગીદારી સહિત વ્યવસાયમાં મુખ્ય સફળતાઓ મેળવીને નોંધપાત્ર પ્રગતિ કરી છે. નોંધપાત્ર સિદ્ધિઓમાં, કંપનીને યુ.એસ. સ્થિત વૈશ્વિક ફાર્મ ઇક્વિપમેન્ટ ઉત્પાદક પાસેથી ‘પાર્ટનર લેવલ સપ્લાયર’ માન્યતા પ્રાપ્ત થઈ છે. વધુમાં, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં નવીનતા લાવવા માટે અગ્રણી યુકે-સ્થિત યુનિવર્સિટી સાથે વ્યૂહાત્મક સહયોગની સ્થાપના કરવામાં આવી હતી. કંપનીએ એક મુખ્ય ભારતીય ટુ-વ્હીલર ઉત્પાદકને 500,000 કમ્પલીટલી નોક્ડ ડાઉન (CKD) કિટ્સ સફળતાપૂર્વક પહોંચાડીને તેની ઓપરેશનલ કામગીરીનું પણ પ્રદર્શન કર્યું.Top of FormBottom of Form