Western Times News

Gujarati News

ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના પ્રાધ્યાપકોએ પેટેન્ટ ક્ષેત્રે પ્રાપ્ત કરી અનેરી સિદ્ધિ

વૉઇસ એમ્પ્લિફિકેશન યુનિટ (VAU) અને ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન માટે પ્રાપ્ત થયા પેટન્ટ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સિસ એન્ડ ટેક્નોલોજીના પ્રા.ડો.ચંદ્રશેખર મૂટપલ્લી અને ડૉ.નીલમ નાથાણી તેમજ એન.આઈ.ડી. અમદાવાદના અનુસ્નાતક વિદ્યાર્થી આદિત્ય જિતેન્દ્ર પંડ્યાએ તેમની નવીન શોધો બદલ પેટન્ટ પ્રાપ્ત કર્યા છે.

તેઓની ધ્વનિક વિકાસ પર્યાયરૂપ ક્રાંતિકારી શોધ વૉઇસ એમ્પ્લિફિકેશન યુનિટ (VAU) ને ભારતીય ડિઝાઇન પેટન્ટ પ્રાપ્ત થયું છે. આ વોઇસ એમ્પ્લિફિકેશન યુનિટ એક કોમ્પેક્ટ પબ્લિક એડ્રેસ સિસ્ટમ સ્પીકર છે, જે ખાસ કરીને ૨૦ લોકો સુધીની નાની બેઠક માટે ડિઝાઇન કરાયેલ છે. આ શોધ વર્ગખંડો, વ્યાયામ સત્રો, નાની એમ્ફીથિએટર અને માર્ગદર્શિત પ્રવાસો,જ્યાં પરંપરાગત મધ્યમ અથવા મોટા સ્પીકર અને માઇક્રોફોન અવ્યવહારૂપ તેવા પ્લેટફોર્મ્સ માટે આદર્શ છે .

વૉઇસ એમ્પ્લિફિકેશન યુનિટ (VAU)માં આકર્ષક માઈક્રોફોન, સુવિધાજનક જોડાણ અને બેટરી માટે એક ચેમ્બર પણ ડીઝાઇન કરવામાં આવેલ છે. આ ડિઝાઇન નાની બેઠકમાં જોવામાં આવેલા પ્રાયોગિક પડકારોને ઉકેલવા અને વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ, કાર્યક્ષમ ઉકેલ પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વૉઇસ એમ્પ્લિફિકેશન યુનિટ માટે મળેલ સફળ પેટન્ટ, ભારતીય સંશોધકોની સહયોગી ભાવના અને નવીન શક્તિઓને દર્શાવે છે, જે ઓડીયો ટેકનોલોજી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પડાવ છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સિસ એન્ડ ટેક્નોલોજીના પ્રા. ડૉ. ચંદ્રશેખર મૂટપલ્લી તેમજ તામિલનાડુ,ત્રિપુરા,નાગાલેન્ડ, બિહાર,દિલ્હી, રાજસ્થાન અને આસામ જેવા વિવિધ ભારતીય રાજ્યોના પ્રખ્યાત વૈજ્ઞાનિકોએ તેમની સુસંગત શોધ માટે સફળતાપૂર્વક પેટન્ટ મેળવ્યું છે.

બીજી શોધ તરીકે,  “ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને સિસ્ટમ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ હાઇપરગ્લાઇસેમિયા ઇન ડાયાબિટીસ મેલીટસ” શીર્ષકનું આ પેટન્ટ જર્મનીના ફેડરલ રિપબ્લિકમાં યૂટિલિટી મોડલ તરીકે નોંધાયેલ છે. આ નવીન ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન, ડાયાબિટીસ મેલિટસના ઉપચાર માટે એક નવો અભિગમ પ્રદાન કરે છે. આ ફોર્મ્યુલેશન માં છોડમાંથી મેળવેલ સંયોજનોનો સમાવેશ છે, જે મહત્વપૂર્ણ એન્ટી ડાયાબેટિક પ્રવૃત્તિ દર્શાવે છે.

આ સંયોજન ફક્ત અસરકારક ઉપચારનો વચન આપતું નથી પરંતુ આધુનિક દવાઓમાં કુદરતી સંયોજનોની સંભાવના પર પણ ભાર મૂકે છે.પેટન્ટ કરેલા સંયોજનમાં આ છોડ આધારિત સંયોજનોને થેરાપ્યુટીકલી અસરકારક માત્રામાં ફાર્માસ્યુટિકલ રીતે સ્વીકાર્ય કેરિયરની સાથે મિશ્રણ કરવામાં આવે છે. ત્રણ સંયોજનોને ચોક્કસ અનુપાતમાં જાળવીને સાચવી લેવામાં આવે છે,જેનાથી શ્રેષ્ઠ અસરકારકતા સુનિશ્ચિત થાય છે. વધુમાં, આ ફાર્માસ્યુટિકલ સંયોજનને વિવિધ મૌખિક સ્વરૂપોમાં જમાવી શકાય છે જેમ કે ગોળીઓ, કેપ્સ્યુલ, દાણા, પીળ, સિરપ અથવા મૌખિક સસ્પેન્શન, જે તેને વ્યાપક અને દર્દી માટે અનુકૂળ બનાવે છે.

વિશેષ રૂપે, આ ફોર્મ્યુલેશન નો ઉપયોગ પ્રાણીઓ અને મનુષ્યો બંનેના ઉપચાર માટે કરવામાં આવે છે, જે તેની અસરકારકતાને વિસ્તારે છે.જર્મનીમાં સફળ પેટન્ટ મંજૂરી આ શોધની વૈશ્વિક મહત્વ પૂર્ણતાને દર્શાવે છે.

ડો. મૂટપલ્લી અને તેમની ટીમની આ સિદ્ધિ માત્ર ડાયાબિટીસના ઉપચારમાં મહત્વપૂર્ણ ચિન્હ રૂપ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય સંશોધકોની સહયોગી ભાવના અને વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાને પણ પ્રકાશિત કરે છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો રાજુલ કે.ગજ્જર અને કુલસચિવ ડો.કે.એન‌.ખેરે પ્રા. ડો.ચંદ્રશેખર મુટપલ્લી,પ્રા.ડો.નિલમ નાથાણી અને આદિત્ય જીતેન્દ્ર પંડ્યા અને તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.