ભવિષ્યનું વિચારતા ઉદ્યોગસાહસિકો અને MSME માટે ભારતનું પ્રથમ લર્નિંગ પ્લેટફોર્મ મોજોવર્સિટી
બેંગલોર, 26 જૂન, 2018 – એમએસએમઇ માટે ફૂલ સ્ટેક સોલ્યુશન્સ પ્રોવાઇડર ઇન્સ્ટામોજોએ વર્લ્ડ એમએસએઇ ડેનાં પ્રસંગે એનું એમએસએમઇ સ્કિલિંગ પ્લેટફોર્મ મોજોવર્સિટી લોંચ કરવાની જાહેરાત કરી હતી. મોજોવર્સિટી દ્વારા ઇન્સ્ટામોજોનો ઉદ્દેશ દેશભરમાં લઘુ વ્યવસાયનાં માલિકોને હાલની ઝડપથી બદલાતી ઇકોસિસ્ટમમાં સફળતાપૂર્વક વ્યવસાય ચલાવવા જાણકારી સાથે સક્ષમ બનાવવાનો છે. ઇન્સ્ટામોજોએ વ્યવસાય હાથ ધરવા સાથે સંબંધિત માહિતી મેળવવા સેક્ટર માટે જરૂરી સામગારી પ્રદાન કરવા ઉદ્યોગનાં અન્ય લીડર્સ સાથે જોડાણ કર્યું છે, જેથી સ્પર્ધાત્મક લાભ થાય.
મોજોવર્સિટી ઓનલાઇન નોલેજ પ્લેટફોર્મ છે, જે લર્નર્સને ટૂંકા, વીડિયો આધારિત કોર્સ પ્રદાન કરે છે, જે વ્યવસાયનું સંચાલન કરવા સાથે સંબંધિત પડકારો ઝીલવામાં મદદરૂપ થશે. દરેક કોર્સમાં 5થી 10 મિનિટનાં ટૂંકા વીડિયો, આકારણી ટેસ્ટ સામેલ છે તથા આ કોર્સ પૂર્ણ થવાથી કોર્સનું સર્ટિફિકેટ મળશે. કોર્સમાં ફાઇનાન્સ, સેલ્સ અને માર્કેટિંગ, ડિજિટલ અને સોશિયલ મીડિયા સ્કિલ્સ, ટેક્સ ફાઇલિંગ વગેર સહિત વિવિધ કેટેગરી ઓફર કરે છે, જેમાં કાયદેસર નિયમોનું પાલ, જીએસટી ફાઇલિંગ અને વ્હોટ્સએપ માર્કેટિંગ જેવા વિષયો સામેલ છે. આ વિવિધ કોર્સને ઇન્સ્ટામોજો વેપારીઓ અને મોજોવર્સિટીનાં પ્લેટફોર્મ પર અન્ય સેલ્ફ લર્નર્સ કોઈ પણ પ્રકારનાં વધારાનાં ચાર્જ વિના મેળવી શકશે.
મોજોવર્સિટી પ્લેટફોર્મ લાઇવ થવા પર ઇન્સ્ટામોજોનાં સીઇઓ અને સહસ્થાપક સમ્પદ સ્વાઇને કહ્યું હતું કે, “ભારતમાં અત્યારે એમએસએમઈ સેક્ટર દેશની જીડીપીમાં 37 ટકા પ્રદાન કરે છે અને 117 મિલિયન લોકોને રોજગારી આપે છે. આ સેક્ટરમાં વૃદ્ધિ માટે પ્રચૂર સંભવિતતા છે. જોકે આ માટે કેટલાંક પડકારો છે, ખાસ કરીને કેટલાંક વ્યવસાયિકનાં પાસાં પર જાણકારીનો અભાવ. અમારી દ્રષ્ટિએ મુખ્ય અવરોધ એ હતો કે, કેટલીક એમએસએમઈને માહિતીનો સ્ત્રોત ક્યાં છે એની જાણ નહોતી. અમારી મોજોવર્સિટીનાં પ્લેટફોર્મ દ્વારા અમારો ઉદ્દેશ કોર્સની સામગ્રીને ઉપલબ્ધ કરાવીને જાણકારીનું તમામને વિતરણ કરવાનો છે, જે લઘુ વ્યવસાયનાં માલિકોને શીખવશે તથા વ્યવસાય ચલાવવા અને જાળવવા જરૂરી બારીક બાબતો વિશે વાકેફ કરવાનો છે.”
ભારતમાં એમએસએમઈને સક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઇન્સ્ટામોજો ડિજિટલ પેમેન્ટ્સ, લોજિસ્ટિક્સથી લઈને ધિરાણની અનેક સેવાઓ પ્રદાન કરવાનો છે. અત્યારે કંપની 800,000 એમએસએમઈને તેમનો વ્યવસાય ઊભો કરવા, એનું વ્યવસ્થાપન કરવા અને એને વિકસાવવા સક્ષમ બનાવવા એમની સાથે કામ કરે છે. ચાલુ વર્ષે એમની આગામી યોજનાઓનાં ભાગરૂપે ઇન્સ્ટામોજોનો ઉદ્દેશ પ્રમોશનલ સર્વિસ પ્રસ્તુત કરવાનો છે, જે સ્પર્ધાત્મક ડિજિટલ સેગમેન્ટમાં એમએસએમઈ સેક્ટરને પ્રસ્તુત રાખવવામાં મદદ કરવાનો છે.