સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓનું સ્વાગત : નેશનલ ચિલ્ડ્રેન સાયન્સ કોન્ગ્રેસ-૨૦૧૯ એશિયાના શ્રેષ્ઠ 15 પ્રોજેક્ટમાં સ્થાન
નેશનલ ચિલ્ડ્રેન સાયન્સ કોન્ગ્રેસ 2019 હરિફાઈ કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી સ્પર્ધામાં મોડાસાની શ્રી.એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થિની સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવતા શાળામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્રિવેન્દ્રમાં ખાતે તારીખ 25 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર યોજાયેલી સ્પર્ધામાં ગુજરાતના 26 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી અરવલ્લી જિલ્લાના 3 અને સરસ્વતી હાઈસ્કૂલની 2 વિદ્યાર્થિનીઓ હતી. ગુજકોસ્ટ પ્રેરિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીના માર્ગદર્શનથી શ્રુતિ પટેલ સરસ્વતી વિધાલય મોડાસાના પ્રોજેકટને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનાં એક માત્ર શ્રેષ્ઠ આશાસ્પદ પ્રોજેકટ્સમાં સ્થાન પામતાં અરવલ્લીની દીકરીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2019ની સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના ત્રણ બાળકોની પસંદગી થઇ હતી, જેમાં મોડાસાની શ્રી એચ.એલ. સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ અગિયાર સાયન્સની બે વિદ્યાર્થિનીઓએ અલગ અલગ યુનિક પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કર્યા હતા.
શ્રુતી પટેલએ નવજાત બાળકોમાં મગજના લગવા વિષે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આવા બાળકોમાં રહેવા રોગને ઓળખવા વિવિધ પ્રકારની એક કીટ તૈયાર કરી હતી, જેમાં અલગ અલગ પ્રકારની એલઇડી લાઈટ લગાવી હતી. જ્યારે બાળક રડે અથવા તો હસે તો તેના પરથી એલઈડી ચાલુ કે બંધ થાય, જેથી બાળક શુ કહેવા માંગે છે તે જાણી શકાય છે. આ માટે વિદ્યાર્થિનીઓએ શહેરની વિવિધ હોસ્પિટલમાં જઇન બાળકોના ડોક્ટર સાથે મુલાકાત કરીને ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.