Western Times News

Gujarati News

આયર્ન મેન હવે વિલન બનશે, માર્વેલ ફૅન્સને મોટો આંચકો

મુંબઈ, માર્વેલ ફૅન્સ ઘણા સમયથી તેમના ફેવરિટ આયર્નમેનને યાદ કરતાં હતાં અને તે ફરી માર્વેલની દુનિયામાં પાછો ફરે તેની રાહ જોતાં હતાં. ત્યારે હવે આયર્ન મેન બનતાં રોબર્ટ ડાઉની જુનિયરે શનિવારે સેન ડિઆગોના કોમિકોન હોલમાં જાહેર કર્યુ છે કે તે માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં પાછો ફરી રહ્યો છે.

આ જાહેરત બાદ માર્વેલ ફૅન્સ ખુશ થવાની સાથે આશ્ચર્યચકિત અને અચંબિત વધુ થયા છે, કારણ કે આ વખતે તે આયર્નમેન તરીકે નહીં પરંતુ માર્વેલની દુનિયાના સૌથી જાણીતા વિલન ડૉ.ડૂમ તરીકે પાછો ફરવાનો છે.

કોમિકોનની ઇવેન્ટમાં હૂડ પહેરેલાં ફિગર્સથી ભરેલી પેનલ હતી, જેમાં સૌથી કુખ્યાત કોમિક બૂક વિલન, સોર્સરી અને સાયન્સ માટે જાણીતો વિક્ટર વોન ડૂમ પણ હતો.

આ રહસ્યમય સેટઅપમાંથી એક ફિગરમાંથી ડાઉની જુનિયર અચાનક પોતાનું હૂડ અને માસ્ક હટાવીને પ્રગટ થયો હતો, જેનાથી તેના ફૅન્સ અતિશય આનંદિત અને ઉત્સાહિત થઈ ગયા હતા. લોકોએ જ્યારે આયર્નમેનના નામના નારા લગાવવા શરૂ કર્યા ત્યારે જવાબમાં તેમણે કહ્યું,“નવું માસ્ક. જૂનું જ કામ. હું તમને શું કહું? મને અઘરા પાત્રો કરવા ગમે છે.”

રૂસો બ્રધર્સે પણ રોબર્ટ ડાઉની જુનિયર પાછા ફરે છે તે અંગે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યાે હતો અને ભારપૂર્વક કહ્યું કે અમારી પાસે “નવું માસ્ક” હોઈ શકે છે પણ તેનું લક્ષ્ય તો જે હતું એ જ રહેશે, માર્વેલ ટીમ અને તેની સાથે સંકળાયેલાં બધાં જે ફિલ્મના દર્શકો માટે શક્ય તેટલો મહાન અનુભવ સર્જી શકે.

આમ માર્વેલ ફૅન્સમાં નવા તબક્કાની ફિલ્મો માટે ખૂબ ઉત્સાહ છે. તેઓ આ નવા પાત્રોના યુદ્ધ અને અઘરા પાત્રોની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

જે માર્વેલ ફેન્સ દ્વારા એક્સ પર શેર કરવામાં આવેલી પોસ્ટ પર જોઈ શકાય છે. આ ઉપરાંત રસપ્રદ વાત એ છે કે ડાઉની જુનિયરે ૨૦મી સેન્ચુરીની ફોક્સની ‘ફેન્ટાસ્ટિક ફોર’ માટે તે ટોની સ્ટાર્ક એટલે કે આયર્નમેન બન્યો તે પહેલાં ડોક્ટર ડૂમના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું. ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહાઇમર’માં બેસ્ટ સપો‹ટગ એક્ટરનો ઓસ્કાર જીત્યાં બાદ આ ડાઉની જુનિયરનું માર્વેલમાં કમબૅક ગણાશે.

કારણ કે ૨૦૧૯માં તેણે આયર્નમેનના પાત્રમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. એવેન્જર્સ એન્ડ ગેમ ડિરેક્ટ કરનારા જો અને એન્થોની રુસો – ધ રુસો બ્રધર્સે ‘એવેન્જર્સ એન્ડગેમ’ ડિરેક્ટ કરી હતી. હવે તેઓ મે ૨૦૨૬માં ‘એવેન્જર્સ ડૂમ્સડે’ અને મે ૨૦૨૭માં ‘એવેન્જર્સ સિક્રેટ વોર્સ’ લઇને આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.