Western Times News

Gujarati News

હિમાચલમાં નદીઓ ગાંડીતૂરઃ બિલ્ડિંગ પત્તાનાં મહેલની જેમ કડડભૂસ, મનાલીનો સંપર્ક તૂટ્યો

 ૫૦ લાપત્તા-ચાર મૃતદેહ મળી આવ્યા -ચાર સ્થળે વાદળ ફાટતાં તબાહી

(એજન્સી)શીમલા, હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. અનીના નિરમંડ, કુલ્લુના મલાના, મંડી જિલ્લાના થલતુખોડ અને ચંબા જિલ્લામાં બે સ્થળોએ વાદળ ફાટ્યા હતા. વાદળ ફાટવાને કારણે અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય સ્થળોએ લગભગ ૫૦ લોકો ગુમ થયા છે. ચાર મૃતદેહ મળી આવ્યા છે. અહીં ૩૫ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.

વાદળ ફાટવાની ઘટના બાદ મંડી વિસ્તારની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. મંડીના થલતુખોડમાં મધરાતે વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ હતી. અહીં મકાન તૂટી પડવાની માહિતી છે. રોડ કનેક્ટિવિટી પણ ઠપ્પ થઈ ગઈ છે. એસડીઆરએફ સહિત અન્ય ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. થલતુખોડ પંચાયતના વડા કાલી રામે જણાવ્યું હતું કે તેરાંગ અને રાજબન ગામમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં ઘણા લોકો ગુમ છે. ત્રણ મકાનો ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે.

પધાર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટનામાં નવ લોકો ગુમ થયાની માહિતી મળી છે, એક લાશ મળી આવી છે. જ્યારે ૩૫ સલામત છે. મંડી જિલ્લા પ્રશાસને બચાવ માટે એરફોર્સને એલર્ટ કરી દીધી છે. જ્યારે મદદની જરૂર પડશે ત્યારે સેવાઓ માંગવામાં આવશે. એનડીઆરએફને પણ મદદ માટે વિનંતી કરવામાં આવી છે.પધાર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટનામાં નવ લોકો ગુમ થયાની માહિતી મળી છે, એક લાશ મળી આવી છે.

જ્યારે ૩૫ સલામત છે. મંડી જિલ્લા પ્રશાસને બચાવ માટે એરફોર્સને એલર્ટ કરી દીધી છે. જ્યારે મદદની જરૂર પડશે ત્યારે સેવાઓ માંગવામાં આવશે. એનડીઆરએફને પણ મદદ માટે વિનંતી કરવામાં આવી છે.આ સિવાય શિમલા-કુલુ બોર્ડર પર વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે.

ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, કુલ્લુના નિર્મંડ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. જેના કારણે ભારે નુકશાન થયું છે. ૨૦ થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. ઝાકરીમાં સમેજ ખાડમાં હાઈડ્રો પ્રોજેક્ટ નજીક વાદળ ફાટ્યું હોવાની માહિતી મળી છે.

ગુરુવારે વહેલી સવારે વાદળ ફાટ્યું હતું. ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપ અને પોલીસ અધિક્ષક સંજીવ ગાંધી પણ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ એનડીઆરએફની ટીમ, પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. કુલ્લુ જિલ્લાના મલાના નાળામાં ભારે વરસાદ દરમિયાન વાદળ ફાટવાને કારણે મલાના વન અને મલાના બે પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે.

ભારે વરસાદ બાદ પાર્વતી નદીનું જળસ્તર પણ ખતરાના નિશાનથી ઉપર વધી ગયું છે. જિયા, ભુંતર સહિત નદી કિનારે આવેલા તમામ વિસ્તારોના લોકોને તેમના ઘર ખાલી કરીને સલામત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે વ્યાસ અને તીર્થન નદીઓમાં પણ પાણીની સપાટી વધી છે. દરેકને નદીઓ અને નાળાઓથી સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવી છે.

કુલ્લુ જિલ્લાના બાગીપુલમાં ૮-૧૦ ઘરો ધોવાઈ ગયા છે. જેમાં પટવાર ફૂડ, હોટલ, દુકાનોનો પણ સમાવેશ થાય છે. બાગીપુલમાં સાતથી દસ લોકો ગુમ થયાના અહેવાલ છે. જેમાં એક જ પરિવારના સાત લોકો ગુમ હોવાનું કહેવાય છે. કોએલ ખાડ સુધી સર્ચ ઓપરેશન ચાલુ છે.ઘણા પુલ ધોવાઈ ગયા છે, મોટાભાગના રસ્તાઓ બંધ છે. બાગીપુલનું બસ સ્ટેન્ડ ગાયબ થઈ ગયું છે. ૧૫ વાહનો પાણીમાં વહી ગયા છે.

બુધવારે રાત્રે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘંસાલીમાં પણ વાદળ ફાટ્યું હતું. અહીં બે લોકોનાં મોત થયાં છે. એક વ્યક્તિ ઘાયલ છે. કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે યાત્રા રૂટનો ૩૦ મીટર રોડ મંદાકિની નદીમાં ડૂબી ગયો હતો. યાત્રા રોકી દેવામાં આવી છે અને ૨૦૦થી વધુ લોકો ફસાયેલા છે.

અહીં રાજસ્થાનના જયપુરમાં ઘરના ભોંયરામાં ડૂબી જવાથી એક બાળક સહિત ૩ લોકોનાં મોત થયાં છે. બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં બે મકાનોમાં ૨૫ લોકો ફસાયા હતા.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, લેહ મનાલી હાઈવે પલચાન પાસે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય બિયાસ નદીના રોદ્ર સ્વરૂપના કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ તૂટી ગયો છે. હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ પાર્વતી નદીમાં આવેલા પૂરના કારણે શાકભાજી માર્કેટની એક ઈમારત ધ્વસ્ત ગઈ છે.

મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગન રાહત અને બચાવ ટીમ સાથે ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફ, અને એરફોર્સની મદદ માંગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.