Western Times News

Gujarati News

મ્યુનિસિપલ આરોગ્ય વિભાગે મચ્છરોની ઉત્પત્તિ નિયંત્રણ માટે ડ્રાય ડે ની ઉજવણી કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હેલ્થ વિભાગ હસ્તકના વેક્ટરબોર્ન ડીસીઝ કંટ્રોલ શાખા દ્વારા હાલ ચોમાસાની સિઝનને ધ્યાને રાખી મચ્છરજન્યરોગોના નિયંત્રણ માટે તમામ સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં ખાસ કરીને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગના નિયંત્રણ માટે નાગરિકોમાં જાગૃતતા આવે તે ખુબ જ જરૂરી છે. ડેન્ગ્યુ રોગના અસરકારક નિયંત્રણ માટે અઠવાડીયે એકવાર ” મચ્છર નાબુદી અભિયાન – ડ્રાયડે ” ની ઉજવણી એક મહત્વનું પરિબળ ગણાય છે. અમદાવાદ શહેરમાં અઠવાડિયાના દર ગુરૂવારના દિવસે ” મચ્છર નાબુદી અભિયાન – ડ્રાય ડે ” ની ઉજવણી કરવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ દર ગુરૂવારે નાગરિકોના  ઘરમાં પાણી સંગ્રહ કરવામાં આવતા તમામ પાત્રો જેવા કે કેરબા, પક્ષીચાટ, હવાડા, પાણીની ટાંકીને ખાલી કરી કાથી અથવા કુચાથી ઘસીને સાફ કરવામાં આવે છે. જેથી સદરહું પાણીના પાત્રની સપાટી પર ચોટી રહેલ મચ્છરના ઈંડાનું નાશ થાય.

જો આમ કરવામાં ન આવેતો પાણીના પાત્રની અંદરની સપાટી પર મચ્છરના ઇંડા ચોંટી રહે છે. જે એક વર્ષથી વધારે પણ ઘણા લાંબા સમય સુધી જીવિત રહે શકે છે, જે ઇંડા ભવિષ્યમાં પાણીના સંપર્કમાં આવતા એજ પાત્રમાં મચ્છરના પોરા બને છે.

જેમાંથી પુખ્ત મચ્છર ઉત્પન્ન થાય છે.  માદા એડીસ” મચ્છરમાં “ ટ્રાન્સઓવેરિયન ટ્રાન્સમીશન” જોવા મળે છે જેમાં એક ચેથી માદા એડીસ મચ્છર જે ઇંડા મુકે છે એજ ઇંડા મારફતે અન્ય ચેપી મચ્છર પેદા થાય છે જે માદા મચ્છર ડેન્ગ્યુ ફેલાવામાં સમર્થ હોય છે.

આ ઝુંબેશ ના ભાગરૂપે 1 ઓગસ્ટના દિવસે સાત ઝોનના તમામ વોર્ડના સ્લમ/નોન સ્લમ વિસ્તારોમાં ” મચ્છર નાબુદી અભિયાન – ડ્રાય ડે ” ના ભાગરૂપે કુલ- ૨,૩૯, ૨૯૭ ઘરોની મુલાકાત કરીને ૫,૮૭,૯૮૬ પાત્રોની ચકાસણી કરાતાં મચ્છરનું બ્રિડીંગ મળી આવતા સ્થળ પર નાશ કરેલ છે, તેમજ લોક સહભાગદારીતા ઉભી કરીને કુલ-૩,૪૭૫ પાત્રોને તાત્કાલીક ખાલી કરાવી ડ્રાય કરાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.