Western Times News

Gujarati News

નકલી આયુષ્યમાન કાર્ડ કૌભાંડઃ ફોર્ટીસ હોસ્પિટલના માલિકના ઘરે EDની રેડ

કાંગડાની ત્રણ મોટી ખાનગી હોસ્પિટલો-ફોર્ટીસ હોસ્પિટલ, શ્રી બાલાજી હોસ્પિટલ અને સીટી હોસ્પિટલ મટૌરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ફોર્ટીસ હોસ્પિટલના માલીક આર.એસ.બાલી અને શ્રી બાલાજી હોસ્પિટલના માલીક ડો. રાજેશ શર્માના ઘરની પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

(એજન્સી)શીમલા, ઈડી એ નકલી આયુષ્યમાન ભારતપ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના આઈડી કાર્ડ બનાવવાના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ૧૯ સ્થળો પર દરોડા પાડયા છે. જેમાં ઈડીએ દિલ્હી, ચંડીગઢ, પંજાબ, હીમાચલ પ્રદેશના કાંગડા ઉના, શીમલા, મંડી, કુલ્લુમાં ૧૯ સ્થળોએ દરોડા પાડયા હતા.

બાંકે બિહારી હોસ્પિટલ, ફોર્ટીસ હોસ્પિટલ સહીતની ઘણી હોસ્પિટલોમાં આવા નકલી કાર્ડપર અનેક મેડીકલ બીલ બનાવવામાં આવ્યા હતા. જેનાથી સરકારી તિજોરી અને લોકોને નુકશાન થઈ રહયું હતું.

હિમાચલ પ્રદેશના બે કોગ્રેસી નેતાઓના નામ પણ સામે આવ્યા છે. હીમાચલ પ્રદેશના નગરોટાના કોગ્રેસના ધારાસભ્ય હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ અને હીમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ આરએસ બાલીનું નામ સામે આવ્યું છે. આ સાથે બાલાજી હોસ્પિટલ કાંગડા અને કોગ્રેસના નેતા ડો.રાજેશ શર્માનું નામ પણ સામે આવ્યું છે. તેમની જગ્યાએ પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

કોગ્રેસના ધારાસભ્ય આરએસ બાલીની જગ્યાઓ અને ખાનગી હોસ્પિટલો પર દરોડા પાડવામાં આવ્યા છે. ઘણા નેતાઓ ઈડીના રડાર પર છે.ઈડીએ આજે સવારે કાંગડા શહેરની ત્રણ ખાનગી હોસ્પિટલો પર દરોડા પાડયા હતા આ સમયગાળા દરમ્યાન હોસ્પીટલોના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. ઈડીના દરોડાથી ખળભળાટ મચી ગયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.