જાદર સરકારી વિનયન અને વાણિજય કોલેજ દ્વારા વનપ્રસારણ કાયૅક્રમનું આયોજન
નેત્રામલી: વનસંરક્ષણ વિભાગ અને સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, જાદરના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩ અને ૨૪ ડિસેમ્બર,૨૦૧૯ના રોજ બે દિવસીય વનપ્રસારણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ૫૧ વિદ્યાર્થીઓ અને ૧૨ શૈક્ષણિક સ્ટાફ તથા ૯ બિન-શૈક્ષણિક સ્ટાફે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ શિબિરમાં મુખ્ય વક્તા તરીકે નિવૃત્ત નાયબ વનસંરક્ષક અધિકારી પ્રતાપસિંહ ડાભી અને જી.ટી.પી.એલ.ના પ્રોગ્રામ ડાયરેક્ટર શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ હાજર રહ્યા હતા.
સંસ્થાના આચાર્ય ડૉ. જે આઈ. પટેલે પોતાના સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનોને આવકારી કાર્યક્રમની રૂપરેખા બાંધી આપી હતી. ‘પર્યાવરણીય પડકારો અને સમાધાન’ આ વિષય પર નિવૃત્ત પ્રતાપસિંહ ડાભીએ અને શૈલેષ પંડ્યાએ ‘સજીવ ખેતી અને પર્યાવરણ’ વિશે માનનીય અને માહિતીપ્રદ વાત કરી હતી.