Western Times News

Gujarati News

હીરો ફિનકોર્પે રૂ. 3668.13 કરોડ સુધીના IPO માટે સેબી સાથે DRHP ફાઇલ કર્યું

પ્રતિકાત્મક

હીરો ફિનકોર્પ લિમિટેડ (“હીરો ફિનકોર્પ” અથવા “કંપની”)બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે.

 કંપની પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 10 ફેસ વેલ્યુ) દ્વારા રૂ. 36,681.34 મિલિયન (રૂ. 3668.13) કરોડ)નું ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. (કુલ ઇશ્યૂ સાઇઝ). આ ઓફરમાં રૂ. 21,000 મિલિયન (રૂ. 2100 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 15,681.34 મિલિયન (રૂ. 1568.13 કરોડ) (ઓફર ફોર સેલ) સામેલ છે. HERO FINCORP LIMITED FILES DRHP WITH SEBI FOR UP TO   3668.13 CRORE IPO.

હીરો ફિનકોર્પ એક એનબીએફસી છે, જે મુખ્યત્વે ભારતમાં ઝડપથી વિકસતા રિટેઇલ કસ્ટમર સેગમેન્ટ અને ઝડપથી ઔપચારિક બની રહેલાં એમએસએમઇ કસ્ટમ સેગમેન્ટને લક્ષ્યમાં રાખતાં ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સની વિવિધ શ્રેણી પ્રદાન કરે છે. કંપની રિટેઇલ, એમએસએમઇ અને સીઆઇએફ લોન ઓફર કરે છે. કંપનીની રિટેઇલ લોનમાં વ્હીકલ, પર્સનલ અને મોર્ગેજ લોન સામેલ છે. કંપની પ્રતિષ્ઠિત અને લાંબા સમયથી ઉપસ્થિતિ ધરાવતી “હીરો” બ્રાન્ડ હેઠળ કાર્યરત છે તેમજ હીરો મોટોકોર્પ લિમિટેડના લાંબા કોર્પોરેટ વારસા, મજબૂત ટ્રેક-રેકોર્ડ અને પ્રતિષ્ઠાનો લાભ ઉઠાવે છે.

હીરો ફિનકોર્પ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત આવકનો ઉપયોગ ટિયર-1 કેપિટલ બેઝના આધારને વધારવા માટેની દરખાસ્ત ધરાવે છે, જેથી કંપનીની ભાવિ મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય, જે કંપનીના વ્યવસાય અને એસેટમાં વૃદ્ધિમાંથી ઉત્પન્ન થવાની આશા છે, તેમજ સમયાંતરે આરબીઆઇ દ્વારા નિર્ધારિત મૂડી પર્યાપ્તતાની આવશ્યકતાઓનું અનુપાલન સુનિશ્ચિત કરવા માટે કરાશે. (“ઓબ્જેક્ટ ઓફ ઇશ્યૂ”)

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર થનારા ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (“એનએસઇ”) ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.

જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, બીઓએફએ સિક્યુરિટીઝ ઇન્ડિયા લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ, એચએસબીસી સિક્યુરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ, જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.