ઝારખંડમાં કંવરિયાની કાર ઈલેક્ટ્રિક પોલ સાથે અથડાઈઃ ૫ના મોત
લાતેહાર,ઝારખંડના લાતેહારમાં એક દુઃખદ અકસ્માતમાં બે સગીર સહિત પાંચ કાવડીઓના મોત થયા છે. કંવરીયાઓનું વાહન હાઈ ટેન્શન વાયર સાથે અથડાયું હતું જેના કારણે વીજ શોક લાગતા તેઓએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં અન્ય પાંચ કંવરિયાઓ પણ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વાસ્તવમાં આ અકસ્માત ત્યારે થયો જ્યારે કંવરિયાઓથી ભરેલું વાહન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું. આ પછી તેમનું વાહન ઉપરથી પસાર થતા હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યું હતું જેના કારણે તમામને વીજ કરંટ લાગ્યો હતો.આ ઘટના ગુરુવારે વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ બની હતી.
તમામ કંવરિયાઓ વાહનમાં બાબા બૈદ્યનાથ મંદિરના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે બાલુમથ પોલીસ સ્ટેશન વિસ્તારના તમ-તુમ ટોલામાં તેમનું વાહન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું.આ અકસ્માત વિશે માહિતી આપતાં બાલુમથ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર આશુતોષ કુમાર સત્યમે જણાવ્યું હતું કે, ‘કંવરિયાઓના વાહન પર હાઈ ટેન્શનનો ઓવરહેડ વાયર પડ્યો હતો.
આ અકસ્માતમાં વીજ શોક લાગવાથી બે સગીર સહિત પાંચ કંવર યાત્રીઓના મોત થયા હતા.જ્યારે અન્ય પાંચ કંવરીયાઓને ઇજા પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પાંચ મૃતકોમાંથી ચારની ઓળખ રંગીલી કુમારી (૧૨ વર્ષ), અંજલિ કુમારી (૧૫ વર્ષ), દિલીપ ઓરાઓન (ઉંમર-૨૯ વર્ષ) અને સવિતા દેવી (૩૦ વર્ષ) તરીકે થઈ છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યાે છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, ‘લાતેહારના બાલુમઠમાં એક અકસ્માતમાં પાંચ કંવરિયાઓના મૃત્યુથી ખૂબ જ દુઃખી છું. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ મુશ્કેલ સમયને સહન કરવાની શક્તિ આપે. તેમણે કહ્યું કે ઘાયલ કણવાડીઓની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.SS1MS