NRI ચાહકે અમેરિકાના ગૂગલ મેપ્સમાં બચ્ચનને જગ્યા અપાવી
મુંબઈ, બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનું નામ ભારતના કે ભારતની બહાર બોલિવૂડની ફિલ્મ્સ જોતાં લોકોના ઘરમાં એક જાણીતું નામ છે.
હવે હિન્દી ફિલ્મ ન જોતાં લોકો પણ તેમને ઓળખવા લાગ્યા છે. આ જ લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને યુએસમાં રહેતાં એક ભારતીય ગોપી સેઠે ન્યૂ જર્સી શહેરમાં અમિતાભ બચ્ચનનું એક મોટું સ્ટેચ્યું ઉભું કર્યું છે. જે છેલ્લાં થોડાં સમયથી એક જાણીતું ટુરીસ્ટ સ્પોટ બની ગયું છે.
આ સ્થળે દુનિયાભરના અમિતાભ બચ્ચનના ફૅન્સ તો આવે જ છે, સાથે સ્થળ ગૂગલ મેપ્સ પર મહત્વના સ્થળમાં સ્થાન પામ્યું છે. ઓગસ્ટ ૨૦૨૨માં અમિતાભ બચ્ચનના એક ખૂબ મોટા પ્રસંશક ગોપી સેઠે એડિસનમાં આવેલાં તેમના ઘરની બહાર આ સ્ટેચ્યુનું ઉદ્દઘાટન કર્યું હતું.
જે ન્યૂયોર્ક, મેહટનથી ૩૫ કિલોમીટર સાઉથમાં આવેલું છે. બચ્ચન પ્રત્યેનાં તેમના શુભેચ્છા ભાવથી પ્રેરાઈને તેમણે બચ્ચનને એક અનોખું સન્માન આપવાનું નક્કી કર્યું હતું, જેમાં તેમનું પોતાનું ઘર બોલિવૂડના ફૅન્સ માટે જાણીતું સ્થળ બની ગયું છે. એડિસનમાં ભારતીયો મોટી સંખ્યા રહે છે, તેથી બચ્ચનને ટ્રિબ્યુટ આપવા માટે આ યોગ્ય સ્થળ હતું. આ શહેરની વસતી બોલિવૂડની ફિલ્મો પાછળ ઘેલી છે.
ત્યારે સેઠના આ સ્ટેચ્યુથી લોકો માટે પોતાનો પ્રેમ દર્શાવવા એક નવો ઉમેરો થયો છે. આ સ્ટેચ્યુ ઊભું કરાયું તેના થોડાં જ વખતમાં તે જાણીતું થઈ ગયું હતું. લોકો ત્યાં વધુ સંખ્યામાં આવતા ગયા અને ગૂગલે તેને ટુરિસ્ટ એટ્રેક્શન સાઇટ તરીકે નોંધ પણ લીધી. તેના કારણે આ સ્થળ વધુ જાણીતું બની ગયું.
હવે દુનિયાભરનાં લોકો ત્યાં સ્ટેચ્યુ સાથે ફોટો પડાવવા આવે છે. પોતાના અનુભવ જણાવતા ગોપી સેઠે સોશિયલ મીડિયા શેર પણ કરે છે, ત્યારે ગોપી સેઠે પીટીઆઈને જણાવ્યું,“અમિતાભ બચ્ચનના સ્ટેચ્યુના કારણે અમારું ઘર સૌથી જાણીતા સ્થળમાંથી એક બની ગયું છે.
ગૂગલ સર્ચમાં પણ તેની નોંધ લેવાય છે, તેથી મુલાકાતીઓને આકર્ષવાલાયક બની ગયું છે. વિશ્વભરમાંથી દરરોજ ૨૦થી ૨૫ ગાડીઓમાં અમિતાભ બચ્ચનના ફૅન અહીં આવે છે.” તેઓ અહીં તેમના બચ્ચન માટેના ગ્રીટીંગ કાર્ડ, પત્રો અને યાદો પણ મુકતાં જાય છે.
સેઠે આગળ કહ્યું,“મિસ્ટર બચ્ચનની વિશ્વભરમાં લોકચાહનાનો નમૂનો અમારું ઘર છે અને તેમના ફૅન્સને અમારે ત્યાં આવકારતા અમે પણ ગૌરવ અનુભવીએ છીએ.”SS1MS