રાજકોટના 4 વિસ્તારમાં જર્જરીત ઈમારતની જગ્યા ૧૦ દિવસમાં છોડવા તાકીદ
જૂના રાજકોટની ૪ ઈમારતો ભયજનક ૪ર દુકાનો સાથે બેંકને પણ નોટીસ
રાજકોટ, દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ ભુસ્ખલન અને ઈમારતો પડી જતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા તકેદારી ભાગરૂપે શહેરના ઢેબર રોડ ભુતખાના ચોક ઢેબર રોડ સહીતના વિસ્તારોની ૪ર દુકાનો તથા ૧ બેકને બાંધકામ ભયગ્રસ્તે હોવાથી ૧૦ દિવસોમાં જગ્યા ખાલા કરવા નોટીસ ફટકારવામાં આવી છે.
રાજકોટ મનપા દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત શહેરની જર્જરીત થઈ ગયેલી પ૦૦થી વધુ મીલકતોની નોટીસ આપી ચોમાસા પહેલા રીપેરીગ કામ અથવા જરૂર લાગે તો જર્જરીત બાંધકામ તોડી પાડવા સહીતના મુદે નોટીસ આપી છે.
છતાં અનેક ઈમારતો આજે પણ રીપેરીગ થયા વગર ઉભેલી હોવાથી બાંધકામ વિભાગે આજે ઢેબર રોડ ભુતખાના ચોક કેનાલ રોડ અને ઢેબર ચોકમાં આવેલ ચાર બિલ્ડીગની ૪ર દુકાનો તેમજ એક બેકમાં સહીતના એકમો ખાલી કરવાની નોટીસ આપી ૧૦ દિવસમાં ખાલી કરવામાં ન આવે તો ડીમોલીશન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
મનપાના બાંધકામ વિભાગ દ્વારા આજે ઢેબર રોડ પર આવેલ ઈમારતની ૧ર દુકાનો ખાલી કરાવવા તેમજ ભુતખાના ચોકમાં અનીલ સમોસા વાળા બિલ્ડીગમાં ચોકમાં અનીલ સમોસા વાળા કેનાલ રોડ પર લાયબ્રેરી બિલ્ડીગ અતિભય જનક હોવાથી તેમાં આવેલ ૧ર દુકાનોને દિવસ ૧૦માં ખાલી કરવા માટે નોટીસ અપાઈ છે. તેવી જ રીતે ઢેબર ચોકમાં આવેલા અ નેસી બિલ્ડીગોને ૯ દુકાનો અને બેક ઓફ બરોડા ઓફ સહીતનાને દિવસ સાતમાં જગ્યા ખાલી કરવાની નોટીસ આપવામાં આવી છે. ત્યારબાદ જો રીપેરીગ શકય હશે તો રીપેરીગ નહી તો જર્જરીત ભાગ તોડી પાડવામાં આવશે.