મહુવા પંથકમાં 3.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ભાવનગર, હાલાર પંથક બાદ હવે ગોહિલવાડની ધરા પણ ધ્રુજી છે. જામનગરમાં છેલ્લા 5 દિવસમાં 8 ભૂકંપના આંચકા બાદ આજે ભાવનગર જિલ્લાના મહુવા અને તેની આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે બપોરે 3.35 કલાકે આ ભૂકંપના આંચકા અનુભવાયા છે જેની તિવ્રતા 3.3ની નોંધાઈ છે.
આ ભૂકંપના આંચકા મહુવા શહેર ઉપરાંત મહુવા તાલુકાના કોંજળી, કાલેળા સહિતના ગામોમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનાઆંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉનાથી 50 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, જામનગરમાં જિલ્લામાં પણ છેલ્લા થોડાં દિવસોથી ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. જામનગર પંથકના છેલ્લા 5 દિવસમાં 8 ભૂકંપના આંચકા અનુભવાયા છે. જિલ્લાના કાલાવાડના બાંગા, ખાનકોટડા, બેરાજા ગામમાં ભૂકંપ અનુભવાયો છે. સતત પાચમાં દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.5થી 3 સુધીના આચતા અનુભવાયો છે.