Western Times News

Gujarati News

ઐતિહાસિક સંસ્કાર કેન્દ્ર ( મ્યુઝિયમ) નું રૂ.34 કરોડના ખર્ચે ફરી જીવંત કરવામા આવશે

ફ્રેન્ચ આર્કિટેક્ટ દ્વારા મ્યુઝિયમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી:  રી-સ્ટોરેશનમાં 2317 ચો. મી. માં પાર્કિંગ તૈયાર કરવામાં આવશે.

( દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાલડી સ્થિત ઐતિહાસિક   સંસ્કાર કેન્દ્ર (મ્યુઝિયમ) અને તેની આસપાસના વિસ્તારને પુનર્જવિત કરવા અને તેને જીવંત બનાવવા અને તેને સિટી મ્યુઝિયમ તરીકે વિકસાવવા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સંસ્કાર કેન્દ્ર નું બાંધકામ હેરિટેજ પ્રકારનું હોવાથી તેનું નવીનીકરણ પણ  હેરીટેઝ પધ્ધિતિથી રીપેર કરવું જરૂરી છે.

જેથી તેની મુળ હેરીટેઝ મોન્યુમેન્ટ તરીકેની છાપ જળવાઈ રહે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દવારા આવા પ્રકારના કામોના હેરીટેજ કન્સ્લટન્ટની નિમણૂંક કરી સદર બાંધકામને રીપેરીંગ તથા ડેવલપમેન્ટ અને પ્રવાસિઓને આધુનિક સગવડ તથા ફેસીલીટી મળે તે પ્રકારે વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રૂ।. ૩૪.૧૧ કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે.જેમાં  મ્યુઝીયમ બિલીંગ રીપેરીંગ અને રેટ્રોફીટીંગ, લેન્ડરસ્કેપ ડેવલપમેન્ટ, એક્સેસ રોડ ડેવલપમેન્ટ, ઓપન સ્કૂલમ્બર ડીસ્પલે એરિયા, આર્ટકે ક્ટ એન્ડ ઓબજેક્ટ વર્કશોપ નો સમાવેશ કરવામાં આવશે.

અમદાવાદમાં ૧૯૬૦ ના વર્ષમાં સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ તરીકે બનાવવામાં આવ્યુ હતું. જેને પતંગ મ્યુઝિયમ અમદાવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સદર મ્યુઝિયમનું બાંધકામ અમદાવાદ શહેરમાં એક મહત્વપૂર્ણ આર્કિટેક્ચરલ બાંધકામોમાંનું એક છે. મ્યુઝિયમના બાંધકામની ડીઝાઇન પ્રખ્યાત સ્વિસ ફ્રેન્ચ આર્કિટેક્ટ લે કોર્બુઝિયર કારા દ્વારા કરવામાં આવી હતી.

આ  ડીઝાઇન અમદાવાદમાં તેમણે કરેલી ડીઝાઇનમાંની સૌપ્રથમ ઈમારતોમાંની એક છે અને તે તેમની આધુનિકતાવાદી સ્થાપત્ય ફિલોસોફીનું નોંધપાત્ર ઉદાહરણ છે. સુંદર ઇમારતનું બાંધકામ એકસ્પોઝડ અને ચણતરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવેલ છે. સુંદર ઈમારતને કોક્રિટ કોલમ તથા કેમવર્ક ડીઝાઇનથી બનાવવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફલોર ઉપર વિશાળ જગ્યા ખુલ્લી રાખવામાં આવ્યા છે.

અહીં ખુલ્લી જગ્યામાં ફુવારો તથા પ્રતિમાં મુકવામાં આવેલ છે તથા છત ઉપર હાઇડો ફેલીંગ ગાર્ડનીંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ગાર્ડનીગ ઓવરફલો પાણી પાઇપ લાઇન માફરતે ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ કુવારાના ચોકમાં ઉત્તારવામાં આવેલ છે. આ બાંધકામ હોલો પ્લીંથ ઉપર ર માળનું બાંધકામ છે. બાંધકામનો ઉપયોગ મ્યુઝિયમ તથા સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કરવામાં આવેલ છે.

આ બાંધકામ અમદાવાદ શહેરનું હેરીટેઝ રક્ષિત મોન્યુમેન્ટ છે. જેને મુળ આર્કિટેક્ટચર ડીઝાઇન સ્ટરકચર મુજબ જાળવવામાં આવ્યું છે. સંસ્કાર કેન્દ્ર લગભગ 65 વર્ષ થઈ ગયા હોવાથી જુદા જુદા પ્રકારનું ડેમેજ થયુ છે.  તેમજ અમદાવાદના શહેરી સુંદર ઐતિહાસિક ઇમારતની ઓળખ ઉપર અસર પડી છે. જેના કારણે જ તેને ફરીથી જીવંત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

ઐતિહાસિક સંસ્કાર કેન્દ્રના બિલ્ડીંગ રિસ્ટોરેશન માં સેફ્ટી એન્ડ સ્ટેફોલ્ડીંગ વર્ક કે જેમાં સ્ટેફોલ્ડીંગ, જેકીંગ તથા સેફટી ને લગતુ સ્ટ્રકચર ને લગતા કામ કરવામાં આવશે. આ ઉપરાંત ડીમોલીશન એન્ડ ડીસમેન્ટલીંગ કે જેમાં ખરાબ થયેલ પ્લાસ્ટરને દુર કરવામાં આવશે. હાલના બાંધકામમાં ટોઇલેટ બ્લોક નો સમાવેશ ના હોવાથી જુના બાંધકામ કેન્ડટેડ નવા બાંધકામ સાથે ૨૪ ટોઇલેટ ક્યુબીક્સ અને એચ.વી.એ.સી કન્ટ્રોલરૂમ સાથે નો ટોઈલેટ બ્લોક બનાવવામાં આવશે.

બીજામાળે સ્પેશીયાલીટી મ્યુઝીયમ ગેલેરી કન્ઝરવેશન લેખ, સ્ટોરેજ, લાયબ્રેરી અને ઓફીસ કેબીન રી-ઓર્ગેનાઈઝ થશે.મ્યુઝિયમ રીવાઈટલાઈઝેશનમાં હાલની ગેલેરી રીડેવલપમેન્ટ અને રીઓર્ગેનાઈઝ કરવા ઉપરાંતનકાફે અને આર્ટ ગેલેરી રીઓર્ગેનાઈઝ કરવામાં આવશે. સંસ્કાર કેન્દ્ર ડેવલોપમેન્ટ માં ડેવલપમેન્ટ ઓફ રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર કે

જેમાં વીઝીટર માટે સાઈટ સકુંલેશન કરવા માટે આંતરીક રસ્તો બનાવવાનું કામ, એરીયામાં ગ્રીન બેલ્ટ ડેવલપ કરવાનુ કામ, સ્કલ્પચર મુકવાના કામનો સમાવેશ થયો છે. અંદાજિત 13,052 ચો.મી.ના વિસ્તારમાં રી-ડેવલોપમેન્ટ જેમાં પ્રવેશ માર્ગો, લેન્ડસ્કેપિંગ અને સ્ટોરેજ માટે વર્કશોપ ચાર્ડ બનાવવાનો સમાવેશ થશે.  પ્રવેશ માર્ગ પર મુલાકાતીઓના પરિભ્રમણ કરી શકશે.

આ ડેવલોપમેન્ટમાં પાર્કિંગની સુવિધા પૂરી પાડવાનો સમાવેશ કરવામાં આવશે. જેમાં 2317 ચો.મી.ના વિસ્તારમાં 70 ફોર વ્હીલર અને 150 ટુ વ્હીલરની ક્ષમતાનો સમાવેશ કરવામાં આવેલ છે તથા મુલાકાતીઓના નિદર્શન 2300 ચો.મી.ના વિસ્તારમાં ઓપન-એર શિલ્પોની પ્રદર્શન થઇ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.