Western Times News

Gujarati News

લાંભા વોર્ડના સનરાઈઝનગરમાં 24×7 પ્રદુષિત પાણીના તળાવ

( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં ડ્રેનેજ બેક મારવાની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં નારોલ થી નરોડા સુધીના પટ્ટા વસ્ત્રાલ, નિકોલ, ઓઢવ, વટવા અને લાંભામાં ડ્રેનેજ બેકિંગની સમસ્યા ગંભીર બની રહી છે.જેના કારણે મચ્છર અને પાણીજન્ય રોગચાળો પણ વધે છે. લાંભા વોર્ડના સનરાઈઝનગરમાં આવી જ પરિસ્થિતિ જોવા મળે છે.

શહેરના દક્ષિણ ઝોનમાં લાંભા વોર્ડમાં સનરાઈઝ નગર મરજાન રેસીડન્સીની પાછળ ઠાકોરવાસ ખાતે આશરે ૧૨૫ થી ૧૩૦ મકાનોના ૨૦૦૦ થી ૨૫૦૦ રહેતા નાગરીકો અને કોર્પોરેશનમાં નિયત સમયમાં મિલ્કત વેરાની ચુકવણી કરવા છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે.

આ વિસ્તારમાં છેલ્લાં ૦૩ માસથી વારંવાર ચોકઅપ થતાં સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડ્રેનેજનું પાણી પ્રદુષિતના તળાવ જોવા મળે છે. વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને અવરજવર કરવામાં પણ તકલીફ પડે છે.

કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખના જણાવ્યા મુજબ આ ડ્રેનેજ ના ગંદા પાણી બારેમાસ ભરાયેલા હોવાથી આ વિસ્તારમાં રોગચાળો પણ ફેલાયો છે. છેલ્લા બે મહિના દરમિયાન પાણી અને મચ્છરજન્ય રોગના 130 કરતા પણ વધુ કેસ કન્ફર્મ થયા છે.

આ વિસ્તારમાં ધાર્મિક સ્થળો પણ આવેલા હોઈ લોકઉત્સવ પણ સમયાંતરે યોજાતા હોઈ લોકો આ લોકઉત્સવમાં મોટી સંખ્યામાં ભાગ લેતાં હોય છે.

અહીં રહેણાંક વિસ્તારમાં સ્થાનિક નાગરિકો માટે મેદાનમાંથી ગંદા પાણીમાંથી આવન જાવન કરવા મજબુર બન્યા છે. જેનાથી નાગરિકો ચામડીના રોગોથી પિડાય છે. તેથી આ વિસ્તારમાં ૩૦૦ (ડાયામીટર)ની RCC ની ૧૨ ઈંચની એક મોટી અત્યંત આધુનિક સિસ્ટેમેટીક વૈજ્ઞાનિક ઢબે ડ્રેનેજ લાઈન નાખવી જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.