Western Times News

Gujarati News

ભારતીય વિમોનોને નિર્દેશ, ઇરાની હવાઇ માર્ગોથી બચે

નવી દિલ્હી : અમેરિકા તરફથી ઇરાનના ટોપ લેવલ સેન્ય અધિકારી કાસિમ સુલેમાની પર કરેલી કાર્યવાહી પછી દુનિયાભરમાં અસમંજસનો માહોલ છે. સૂત્રોએ જાણકારી આપી છે કે ભારતીય વિમાનોને અ રીતના નિર્દેશ અપાયા છે કે તે ઇરાની હવાઇ માર્ગનો ઉપયોગ કરવાથી બચે. ઇન્ડિયન એરલાઇન્સને નિર્દેશ આપ્યા છે કે તે અમેરિકા-ઇરાન તણાવ દરમિયાન સાવધાની રાખે. ઇરાકની રાજધાની બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે અમેરિકાના હુમલામાં ઇરાનના શીર્ષ કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું છે. ઇરાન અને અમેરિકાએ આ સુચનાની પૃષ્ટી કરી છે. આ નાટકીય ઘટનાક્રમે બંને દેશો વચ્ચે તણાવ વધારી દીધો છે. આ ઘટનાના થોડાક દિવસ પહેલા ઇરાન સમર્થક ભીડે ઇરાકમાં અમેરિકી દુતાવાસની ઘેરાબંધી કરી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.