કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જલ્દી થશે જાહેરાત
નવી દિલ્હી, કેન્દ્રીય કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થામાં જલ્દી વધારો થઈ શકે છે. પરંતુ તેની જાહેરાત સપ્ટેમ્બરમાં થશે. સૂત્રો પ્રમાણે અત્યારે લેબર બ્યૂરો ફાઇનલ નંબર આપવાની પ્રક્રિયામાં છે. એકવાર નંબર્સ ફાઇનલ થવા પર જાહેર કરવામાં આવશે.
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સાતમાં પગાર પંચ હેઠળ આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થશે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં યોજાનારી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારા પર નિર્ણય થશે. સરકાર ૩% DA વધારાની જાહેરાત કરશે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૫૦ ટકાથી વધી ૫૩ ટકા થઈ જશે.
એક્સપર્ટ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થઈ શકે છે. આમ થાય તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૫૩ ટકા થઈ જશે. શૂન્ય થવાની સંભાવના નથી.
AICPI Index થી નક્કી થનાર DAનો સ્કોર હાલ ૫૨.૯૧ ટકા પર છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે જૂનના આંકડા આવે ત્યારે પણ તે માત્ર ૫૩.૨૯ ટકા સુધી જ પહોંચશે. એટલે કે તેને ૫૦ થી ૫૩ ટકા સુધી વધારી શકાય છે. મોંઘવારી ભથ્થાની ગણતરી AICPI ઇન્ડેક્સ પરથી કરવામાં આવે છે. ઈન્ડેક્સમાં વિવિધ ક્ષેત્રોમાંથી એકત્ર કરાયેલ ફુગાવાના આંકડા દર્શાવે છે કે ફુગાવાની સરખામણીમાં કર્મચારીઓના ભથ્થામાં કેટલો વધારો થવો જોઈએ.
સરળ ભાષામાં સમજો તો બેસિક સેલેરીમાં ગ્રેડ સેલેરીને જોડ્યા બાદ જે સેલેરી બને છે, તેમાં મોંઘવારી ભથ્થાના દરનો ગુણા કરવામાં આવે છે. જે પરિણામ આવે છે તેને મોંઘવારી ભથ્થું કહેવાય છે. હવે ચાલો આને એક ઉદાહરણથી સમજીએ, ધારો કે તમારો મૂળ પગાર ૧૮૦૦૦ રૂપિયા છે અને ગ્રેડ પે ૧૮૦૦ રૂપિયા છે.
બંનેને ઉમેરીને કુલ ૧૯૮૦૦ રૂપિયા થયા. હવે મોંઘવારી ભથ્થામાં ૫૩% વધારાને ધ્યાનમાં રાખીને, તે ૧૦,૪૯૪ રૂપિયા થાય છે. બધાને ઉમેરીને, તમારો કુલ પગાર ૩૦૨૯૪ રૂપિયા હતો. જ્યારે ૫૦% DAના હિસાબે તમને ૨૯૭૦૦ રૂપિયાનો પગાર મળી રહ્યો છે. એટલે કે ડ્ઢછમાં ૩%નો વધારો કર્યા બાદ દર મહિને ૫૯૪ રૂપિયાનો ફાયદો થશે.
મોંઘવારું ભથ્થું એવા પૈસા છે જે મોંઘવારી વધવાના બદલામાં સરકારી કર્મચારીઓને જીવન સ્તરને બનાવી રાખવા માટે આપવામાં આવે છે.
આ પૈસા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનરોને મળે છે. તેની ગણતરી દેશના વર્તમાન મોંઘવારી ભથ્થા અનુસાર દર છ મહિના પર કરવામાં આવે છે. તેની ગણના પગાર ધોરણના આધાર પર કર્મચારીઓના મૂળ વેતન પ્રમાણે કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થું શહેરી, અર્ધ-શહેરી કે ગ્રામીણ ક્ષેત્રના કર્મચારીઓ માટે અલગ-અલગ હોઈ શકે છે.
ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક રિટેલ અને બીજી જથ્થાબંધ ફુગાવો. છૂટક ફુગાવાનો દર સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પણ કહેવામાં આવે છે.SS1MS