જયલલિતા તે સમયમાં પણ સૌથી અમીર અભિનેત્રી હતી
મુંબઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવી અભિનેત્રીઓ છે જે કરોડોની સંપત્તિની માલિક હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમીર અભિનેત્રીઓની યાદીમાં એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિતની અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.
પરંતુ આ અભિનેત્રીઓની સંપત્તિ ભારતની એક અભિનેત્રીની કુલ સંપત્તિની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. આ અભિનેત્રીઓ ભારતની સૌથી અમીર અભિનેત્રી સામે પાણી ભરે. જે અભિનેત્રીની વાત અહીં થઈ રહી છે તે છે ૬૦ અને ૭૦ ના દાયકામાં તમિલ અને તેલુગુ સિનેમામાં રાજ કરતી અભિનેત્રી. તે સમયમાં પણ આ અભિનેત્રી સૌથી અમીર હતી.
અહીં વાત થઈ રહી છે તમિલ અને તેલુગુ સિનેમાની સુપરસ્ટાર જયલલિતાની. જયલલિતાની કુલ સંપત્તિ આજની કોઈપણ ફિમેલ એક્ટ્રેસની સંપત્તિ કરતા અનેક ગણી વધારે હતી. તેની સંપત્તિમાં કીમતી ઘરેણા અને અનેક સાડી તેમજ ફૂટવેરના ભવ્ય કલેકશનનો પણ સમાવેશ થાય છે.
આજના સમયમાં ૮૩૦ કરોડની સંપત્તિ સાથે ઐશ્વર્યા રાય ભારતની સૌથી અમીર અભિનેત્રી છે, જ્યારે દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપડા ૫૦૦ કરોડની સંપત્તિની માલિક છે. પરંતુ વાત કરીએ જયલલિતાની તો ૧૯૯૭ માં જયલલિતા પાસે સૌથી ઓછી સંપત્તિ હતી. તે સમયની તેની સંપત્તિ ૯૦૦ કરોડની હતી.
જયલલીતા એ ૧૯૬૧માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ૬૦ ના દશકમાં તે લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવા લાગી. ૧૯૮૦ સુધીમાં જયલલિતા સુપરસ્ટાર બની ચૂકી હતી. તમિલ સિનેમા અને તેલુગુ ફિલ્મોમાં જયલલિતા ખૂબ જ લોકપ્રિય હતી.
૧૯૮૦ માં તેણે ફિલ્મી કરિયરને બ્રેક આપી અને રાજકારણમાં એન્ટ્રી કરી. ૧૯૯૧ થી ૨૦૧૬ વચ્ચે તે ૫ વખત તમિલનાડુની મુખ્યમંત્રી બની. ૧૯૯૭ માં જ્યારે જયલલિતા ઘર પર દરોડા થયા હતા ત્યારે અધિકારીઓએ ૧૦,૦૦૦ થી વધુ સાડી, ૭૫૦ જોડી જૂતા, ૯૧ કિમતી ઘડિયાળ અને ૧૨૫૦ કિલો ચાંદી અને ૨૮ કિલો સોનુ બરામદ કર્યું હતું.SS1MS