ઇન્ફીબિમ એવન્યુઝ Rediff.comમાં મોટો હિસ્સો ખરીદશે
એગ્રીગેટર તરીકે ફાઇનાન્શિયલ સર્વિસીઝ ક્ષેત્રે પ્રવેશશે
ગાંધીનગર, 2 ઓગસ્ટ, 2024 – અગ્રણી એઆઈ-પાવર્ડ ફિનટેક કંપની ઇન્ફીબિમ એવન્યુઝ લિમિટેડે (“Infibeam” or “The Company” or “IAL”), (BSE: 539807; NSE: INFIBEAM) આજે જાહેર કર્યું હતું કે તેણે ભારતના સૌથી જૂના અને સૌથી જાણીતા ઇન્ટરનેટ બિઝનેસીસ પૈકીના એક Rediff.com ઈન્ડિયા લિમિટેડમાં 54 ટકા હિસ્સા માટે નિશ્ચિત કરાર કર્યો છે. Infibeam Avenues Ltd to Acquire Majority Stake in Rediff.com to Foray into Financial Services as an Aggregator.
આંતરિક સંસાધનો દ્વારા ફંડ આપવામાં આવેલું આ હસ્તાંતરણ ઇન્ફીબિમ એવન્યુઝ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન રજૂ કરે છે જે મેઇનસ્ટ્રીમ ન્યૂઝ, ક્લાઉડ બેઝ્ડ એન્ટરપ્રાઇઝ ઇમેલ સ્ટોરેજ અને કોલેબરેશન પ્લેટફોર્મ દ્વારા સમર્થિત એગ્રીગેટર તરીકે તેની કન્ઝ્યુમર ફેસિંગ ડિજિટલ ફાઇનાન્શિયલ સર્વિસના પ્રારંભને દર્શાવે છે.
“મને આ આઇકોનિક બ્રાન્ડ અને તેનો વારસો ઇન્ફીબિમ એવન્યુઝના શ્રી વિશાલ મહેતાના સક્ષમ હાથમાં સોંપતા આનંદ થાય છે. હું દ્રઢપણે માનું છું કે તેમના નેતૃત્વ હેઠળ Rediffનો નવો અવતાર કંપનીને વધુ મજબૂત બનાવશે અને બિઝનેસ વૃદ્ધિને વેગ આપશે” એમ Rediff.comના ચેરમેન અને સીઈઓ શ્રી અજીત બાલક્રૃષ્ણને જણાવ્યું હતું.
આઈઆઈએમ-કલકત્તાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અજીત બાલકૃષ્ણન દ્વારા 1996માં સ્થપાયેલી Rediff.com કંપનીને સલાહ આપવાનું ચાલુ રાખશે. શ્રી બાલકૃષ્ણને લગભગ એક દાયકા સુધી આઈઆઈએમ-કલકત્તામાં બોર્ડના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી છે. “આ સોદો ઇન્ફીબિમ એવન્યુઝ લિમિટેડની ફિનટેકમાં નિપુણતા અને Rediff.comની પ્રતિષ્ઠિત બ્રાન્ડ લેગસી વચ્ચેના તાલમેલનો ઉપયોગ કરે છે. અમે ડિજિટલ ફાઇનાન્સ એગ્રીગેશન, ક્લાઉડ સ્ટોરેજ અને કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશનના ગતિશીલ ક્ષેત્રે અગ્રણી તરીકે અમારી સ્થિતિને મજબૂત કરવા માટે તૈયાર છીએ. આ સિનર્જી સાથે, અમે ક્લાઉડ અને ફિનટેક એંગેજમેન્ટના સારને ફરીથી વ્યાખ્યાયિત કરીને વૃદ્ધિના નવા આયામો ખોલવા માટે તૈયાર છીએ” એમ ઇન્ફીબિમ એવન્યુઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશાલ મહેતાએ જણાવ્યું હતું.
આઈએએલ અને Rediff.com વચ્ચેની હસ્તાંતરણની રૂપરેખાઃ હાલમાં, ઇન્ફીબિમ એવન્યુઝ વિવિધ વ્યવસાયો અને સરકારી સંસ્થાઓને ડિજિટલ પેમેન્ટ ગેટવે (CCAvenue), એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પ્લેટફોર્મ અને એઆઈ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
Rediff.com ક્લાઉડ આધારિત એન્ટરપ્રાઇઝ ઇમેઇલ સ્ટોરેજ, કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન અને સંબંધિત કોમર્સ સેવાઓ સાથે વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ્સ ઓફર કરે છે. ઇન્ફીબિમ તેની વિવિધ ડિજિટલ પેમેન્ટ સર્વિસીઝ, પ્લેટફોર્મ બિઝનેસ ઓફરિંગ અને એઆઈ સોલ્યુશન્સને Rediff.comની સર્વિસીઝ સાથે જોડવાની યોજના ધરાવે છે, જ્યાં નાણાંકીય વ્યવહારો અને કન્ટેન્ટનો વપરાશ સહઅસ્તિત્વ ધરાવતા વ્યાપક ડિજિટલ વાતાવરણનું નિર્માણ કરે છે. આ એકીકરણથી યુઝર એન્ગેજમેન્ટ વધવાની અને આવકના નવા પ્રવાહો ખૂલવાની અપેક્ષા છે.
રેડિફ પાસે નોંધપાત્ર યુઝર બેઝ અને ડેટા એસેટ્સ છે અને દર મહિને 55 મિલિયનથી વધુ વિઝિટર્સ સાથે ટ્રાફિકમાં વૈશ્વિક સ્તરે ટોચની 1,000 સાઇટ્સમાં સ્થાન ધરાવે છે, જે યુઝર બિહેવિયર, પસંદગીઓ અને ખર્ચની પેટર્નમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે. Rediff.comનો યુઝર બેઝ લોન, ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ જેવી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ક્રોસ-સેલ કરવા માટે ઉત્તમ તકો પૂરી પાડે છે. RediffMONEY આ પ્લેટફોર્મનો ઉપયોગ આ સર્વિસીઝને પ્રોત્સાહન આપવા માટે કરી શકે છે, પ્રોડક્ટના વેચાણમાં વધારો કરી શકે છે અને ગ્રાહકને આજીવન મૂલ્ય ઓફર કરી શકે છે.
ઇન્ફીબિમ વેપારીઓ, કન્ઝ્યુમર ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને કન્ટેન્ટ બિઝનેસને એન્ટરપ્રાઇઝ ઇમેઇલ – Rediff.comના પોર્ટફોલિયો સાથે સમન્વય કરીને તેના પોર્ટફોલિયોની ઓફરમાં વિવિધતા લાવવાની યોજના ધરાવે છે જે કંપની માટે આવકનો નવો પ્રવાહ લાવશે. આ તેની નિયમનકારી ક્ષમતાઓ દ્વારા સમર્થિત કંપની માટે ડિજિટલ અર્થતંત્રમાં ફૂટપ્રિન્ટ્સને પણ વધારશે.
ડિજિટલ પેમેન્ટ ગેટવે બિઝનેસ CCAvenue ઓપરેટ કરવાના તેના દાયકાઓના અનુભવને કારણે ઇન્ફીબિમ મજબૂત ઇન-હાઉસ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ ક્ષમતા ધરાવે છે. ઇન્ફીબિમ પાસે પેમેન્ટ સેટલમેન્ટ એક્ટ, 2007 હેઠળ પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું રેગ્યુલેટરી ઓથોરાઇઝેશન છે અને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ) હેઠળ ભારત બિલ પેમેન્ટ ઓપરેશન યુનિટ (બીબીપીઓયુ) તરીકે કામ કરવા માટે તેના બિલ પેમેન્ટ બિઝનેસ બિલ એવન્યુને આરબીઆઈ તરફથી કાયમી લાઇસન્સ મળેલું છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કંપનીની આંતરરાષ્ટ્રીય પેટાકંપની ઇન્ફીબિમ એવન્યુઝ સાઉદી અરેબિયા, સાઉદી અરેબિયન મોનેટરી ઓથોરિટી (એસએએમએ) તરફથી પીટીએસપી સર્ટિફિકેશન મેળવનારી પ્રથમ ભારતીય ફિનટેક કંપની બની હતી જેથી તે કિંગડમ ઓફ સાઉદી અરેબિયા (કેએસએ)માં પેમેન્ટ પ્રોસેસર (પીટીએસપી) તરીકે કામ કરી શકશે.
Rediff.comની આંતરિક શક્તિઓનો ઉપયોગ કરીને અને તેની ન્યૂઝ ઓડિયન્સમાં તેના ઓર્ગેનિક ટ્રેક્શન અને 5,000થી વધુ કોર્પોરેટ ઈમેલ ક્લાયન્ટ્સ સાથે તેના વર્ચસ્વ સાથે ઇન્ફીબિમ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની પ્રોડક્ટ્સ તથા સર્વિસ ઓફરિંગમાં તેના વ્યવસાય વૃદ્ધિને વિસ્તારવાની યોજના ધરાવે છે.
મહેતાએ પુનરોચ્ચાર કર્યો હતો કે “આ બહુમતી હિસ્સો કંપનીની પ્રોડક્ટ્સ અને સર્વિસીઝને વિસ્તૃત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલાને દર્શાવે છે. કંપની આગામી ત્રિમાસિક ગાળામાં એગ્રીગેટર તરીકે નાણાંકીય ક્ષેત્રમાં તેની એન્ટ્રી સાથે આવકમાં બમણી વૃદ્ધિ જોવાની અપેક્ષા રાખે છે”.
તાજેતરમાં જ રેડિફે નાણાંકીય વર્ષ 2023-24 માટે રૂ. 360 મિલિયનની આવક નોંધાવી હતી.