કોણ બનશે હવે બાંગ્લાદેશના નવા વડાઃ ભારત સાથેના સંબંધો કેવા રહેશે?
ગરીબી વિરોધી અભિયાન માટે 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર જેમને મળ્યો હતો તે મોહમ્મદ યૂનુસ બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન બની શકે છે.
શેખ હસીના બાંગ્લાદેશ છોડી ભાગ્યા – પીએમ હાઉસમાં લૂંટફાટ, ગૃહમંત્રીનું ઘર સળગાવ્યુંઃ શેખ હસીનાની પાર્ટી ઓફિસને પણ સળગાવી દીધી
(એજન્સી)ઢાકા, બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. અગાઉ આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને હસીનાને ૪૫ મિનિટમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે વડાંપ્રધાન શેખ હસીના દેશ છોડીને ભારત પહોંચ્યા હતા. બાંગ્લાદેશની લશ્કરના વડાએ જાહેરાત કરી છે કે સેના વચગાળાની સરકાર બનાવશે.
બાંગ્લાદેશમાં સર્જાયેલા રાજકીય સંકટ પર અમેરિકાએ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, અમેરિકાએ વચગાળાની સરકાર બનાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
અમેરિકાએ કહ્યું કે કોઈપણ ફેરફાર બાંગ્લાદેશના કાયદા અનુસાર થવા જોઈએ. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમેરિકા બાંગ્લાદેશના લોકો સાથે ઉભું છે. તેમણે તમામ પક્ષોને હિંસા ટાળવાની અપીલ પણ કરી છે.
મોહમ્મદ યૂનુસ બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન બની શકે છે. અનામત વિરોધી આંદોલનના સંયોજક નાહિદ ઈસ્લામે મંગળવારે સવારે કહ્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. યૂનુસે બાંગ્લાદેશમાં ગ્રામીણ બેંકની સ્થાપના કરી. તેમને ગરીબી વિરોધી અભિયાન માટે 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસ, ગરીબી સામેના તેમના કાર્ય માટે ‘ગરીબો માટે બેંકર’ તરીકે જાણીતા છે, તેઓ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર હશે, દેશમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર વિદ્યાર્થી ચળવળના સંયોજકોએ જણાવ્યું હતું. ડેઈલી સ્ટારનો અહેવાલ મુજબ.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં, શેખ હસીનાની હકાલપટ્ટી તરફ દોરી ગયેલી ચળવળના મુખ્ય સંયોજકોમાંના એક નાહિદ ઇસ્લામે જણાવ્યું હતું કે પ્રોફેસર યુનુસે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જવાબદારી નિભાવવા સંમત થયા છે.
અગાઉ પ્રદર્શનકારીઓ શેખ હસીનાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. દેશના અનેક વિસ્તારોમાં વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ હિંસામાં ૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. શેખ હસીનાની સાથે તેમની બહેન પણ ઢાકા છોડી ગયા છે. બાંગ્લાદેશના આર્મી ચીફે હસીનાને કહ્યું હતું કે તેમણે સન્માનજનક રીતે સત્તામાંથી રાજીનામું આપવું જોઈએ.
તમામ મોટા શહેરોમાં લાખો લોકો શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની ઢાકાને દેખાવકારોએ સંપૂર્ણપણે કબજે કરી લીધી હતી અને લાખો લોકો મુખ્ય ચોકીઓ પર એકઠા થયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૩૦૦ લોકોના મોત થયા છે. જેના કારણે દેશની અવામી લીગ સરકાર અને પીએમ શેખ હસીના શંકાના દાયરામાં આવી ગયા.
બાંગ્લાદેશ મીડિયા અનુસાર દેશના સેના પ્રમુખ હાલમાં દેશની સ્થિતિ પર રાજકીય પક્ષોના નેતૃત્વ સાથે પરામર્શમાં વ્યસ્ત છે. આ પછી આર્મી ચીફ દેશને સંબોધન કરશે. ગયા મહિને બાંગ્લાદેશમાં વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને લઈને ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થી કાર્યકરોની પોલીસ અને સરકાર તરફી વિરોધીઓ સાથે હિંસક અથડામણ થઈ હતી.
આ વિરોધ પ્રદર્શનોમાં ભીડ વધવા લાગી અને હિંસા શરૂ થઈ હતી. જ્યારે સર્વોચ્ચ અદાલતે ક્વોટા ઘટાડવાનો નિર્ણય લીધો ત્યારે બાબતો સારી રીતે ચાલી રહી હોય તેવું લાગતું હતું, પરંતુ રવિવારે લાખો લોકો હસીનાના રાજીનામાની માગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને બાજી શેખ હસીનાના હાથમાંથી નીકળી ગઈ.
પીએમ હાઉસ પર પણ દેખાવકારોએ હુમલો કરી દીધો હતો. દેખાવકારોએ અહીં ઘૂસીને બંગબંધુની પ્રતિમા પર પણ કુહાડીઓ ઝીંકી હતી. આ સ્થિતિમાં બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ વડાંપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં શરણ લઈ લીધી છે.
મળતી માહિતી પ્રમાણે શેખ હસીનાએ ભારે વિરોધ વચ્ચે સેનાના દબાણને વશ થઈને વડાંપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. બાંગ્લાદેશની સેનાએ વડાંપ્રધાન શેખ હસીનાને દેશ છોડવા ૪૫ મિનિટનો સમય આપ્યો હતો. આ દરમિયાન તેઓ બહેન શેખ રેહાના સાથે સ્પેશિયલ હેલિકોપ્ટરમાં ભારત આવી ગયા હતા.
સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિÂસ્ક્રમિનેશન નામના પ્લેટફોર્મે આજથી સરકારના રાજીનામાની માગ સાથે અસહકાર ચળવળની શરૂઆતની જાહેરાત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન હસીનાએ જણાવ્યું છે કે, દેખાવકારો વિદ્યાર્થીઓ નથી પણ આતંકવાદીઓ છે અને લોકોને તેમનો સાથ ન આપવો જોઇએ.